154th Birthday of Mahatma Gandhi

154th Birthday of Mahatma Gandhi: ગુજરાત વિધાનસભા ખાતે મહાત્મા ગાંધીજીના ૧૫૪ મા જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

154th Birthday of Mahatma Gandhi: ગાંધીજીના જીવન સંદેશને સૌ નાગરિકોએ આત્મસાત કરવો જોઈએ: નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી

ગાંધીનગર, 02 ઓક્ટોબરઃ 154th Birthday of Mahatma Gandhi: સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ ઉભો કરનાર મહાપુરુષ અને ગ્રામોદ્ધારક પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૪ મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને ગાંધીનગરના મેયર હિતેષભાઈ મકવાણા દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને વિધાનસભા ગૃહ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ કહ્યું હતું કે, ગાંધીજીના જીવન સંદેશને સૌ નાગરિકોએ આત્મસાત કરવો જોઈએ. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી સમગ્ર રાષ્ટ્ર આજે ખરા અર્થમાં તેમની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યઓ, વિધાનસભાના ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ સહિત કસ્તુરબા ગાંધી સ્ત્રી અધ્યાપન મંદિર, કોબાની વિદ્યાર્થિનીઓ-શિક્ષકોએ ઉપસ્થિત રહીને પૂજ્ય મહાત્મા ગાંધીજીના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી તેમના જીવનના આઝાદી સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

આ પણ વાંચો… Cleanliness Plan At Stations: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અંતિમ ટર્મિનલ સ્ટેશનો પર સ્વચ્છતા યોજના શરૂ કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો