shooter encounter allahabad

Atiq Ahmad Gang Shooter Encountered: UP પોલીસનું મોટું ઓપરેશન, અતીક અહમદ ગેંગના શૂટરનું કર્યું એન્કાઉન્ટર!

Atiq Ahmad Gang Shooter Encountered: આરોપી અરબાઝે પહેલા પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપીને ઠાર માર્યો હતો.

દિલ્હી, 27 ફેબ્રુઆરી: Atiq Ahmad Gang Shooter Encountered: પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરની હત્યાના કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યું છે. આ મામલે તપાસ કરતા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો, જે હેઠળ અરબાઝ નામનો આરોપી પ્રયાગરાજના ધુમાનગંજમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપી અરબાઝ ઘટનામાં વપરાયેલી કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી અરબાઝે પહેલા પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપીને ઠાર માર્યો હતો.

આરોપી કાર ચલાવી રહ્યો હતો

જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં શુક્રવારે થયેલા ઉમેશ પાલ મર્ડર કેસમાં સંડોવાયેલા આરોપી અરબાઝનું સોમવારે બપોરે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ધૂમાનગંજ વિસ્તારમાં નહેરુ પાર્ક પાસે અરબાઝનું પોલીસે આ એન્કાઉન્ટર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉમેશ પાલ પર હુમલો કર્યા બાદ સીસીટીવી ફૂટેજમાં અરબાઝનો ચહેરો પણ જોવા મળ્યો હતો. પુરમુફ્તીના સલ્લાહપુરનો રહેવાસી અરબાઝ કાર ચલાવી રહ્યો હતો અને તેણે પોલીસ પર હુમલો પણ કર્યો હતો. 

ગોળીબારમાં એક કોન્સ્ટેબ પણ ઘાયલ

પોલીસ હુમલાખોરોને શોધી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને હુમલાખોર વિશે જાણકારી મળી કે તે નિવાં વિસ્તારમાં છુપાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચ જ્યારે તેને પકડવા ગઈ તો અરબાઝે પોલીસ પર હુમલો કર્યો હતો. આથી જવાબી કાર્યવાહી દરમિયાન પોલીસે અરબાઝનું એન્કાઉન્ટર કર્યું હતું. આ ગોળીબારમાં એક કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે. પોલીસે અરબાઝની છાતી અને પગમાં ગોળી મારી હતી. ધુમાનગંજ પોલીસે ઘાયલ અરબાઝને હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યો હતો, જ્યાં તેનું મોત થયું.

આ પણ વાંચો:Holika dahan muhurt: ક્યારે છે હોળીકા દહન? 6 કે 7? નોંધી લો તારીખ અને જાણો કે હોળીકા દહન પર ભદ્રકાળનો સાયો કે કેમ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો