bramh havan

Laghurudra Yagna: જામનગર બ્રહ્મ દેવ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો.

Laghurudra Yagna: તાજેતર ની ચૂંટણીમાં વિજેતા થયેલા જન પ્રતિનિધિ ઓને સન્માનિત કરાયા.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ ઓગસ્ટ
: Laghurudra Yagna: શ્રાવણમાસમાં ભક્તો ભોળાનાથ ને ભજવવા અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે જામનગરમાં બ્રહ્મ દેવ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ આગેવાનો હાજર રહ્યા હતા.

Laghurudra Yagna: છોટી કાશી થી પ્રસિદ્ધ જામનગરમાં કાલાવડ હાઈ વે પર આવેલા તપોવન વૃદ્ધઆશ્રમમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા શ્રાવણના સોમવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મિલનભાઈ શુક્લ, નરેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ વિગેરે હાજર રહ્યા હતા.

Laghurudra Yagna

આ તકે સમાજ દ્વારા સકારાત્મક કાર્યો કરી જરૂરિયાતમદ લોકો ને મદદરૂપ થવા સંકલ્પ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જામનગર બ્રહ્મદેવ સમાજ ના યુવાનો એ જહેમત ઉઠાવી હતી.

Whatsapp Join Banner Guj