Love jihad

Love jihad case: મિત્રતા, મુલાકાત પછી અપહરણ… યુવતી સાથે વાત કરવાની મળી ભયાનક સજા

Love jihad case: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મુસ્લિમ છોકરા હાફિદ પર હુમલાના આરોપમાં પોલીસે 12 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો

નવી દિલ્હી, 07 જાન્યુઆરી: Love jihad case: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મુસ્લિમ છોકરા હાફિદ પર હુમલાના આરોપમાં પોલીસે 12 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સુબ્રમણ્યમ કેએસઆરટીસી બસ સ્ટેન્ડ પાસે હિંદુ યુવતી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે હાફિદ પર હુમલો કરવામાં આવ્યો હતો.

હાફિદ યુવતીને એક વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ દ્વારા મળ્યો હતો. બંને અવારનવાર બસ સ્ટોપ પર મળતા હતા. 5 જાન્યુઆરીએ જ્યારે તે બસ સ્ટેન્ડ પર ગયો અને તેની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે લોકોના ટોળાએ તેનું જીપમાં બસ સ્ટેન્ડ પાસેથી અપહરણ કર્યું હતું.

આ પછી તેને નિર્જન જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. તેમણે ચાકુ બતાવીને યુવતીને ફરી નહી જોવાની ધમકી પણ આપી હતી. હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.

નવેમ્બરમાં સામે આવ્યો હતો બળાત્કાર અને લવ જેહાદનો મામલો 

આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકમાં એક સગીર યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. મોટી વાત એ છે કે બળાત્કારના આરોપીએ યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ પણ કર્યું હતું. તેને ઇસ્લામ સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.

પહેલા સ્માર્ટ ફોનની લાલચ, પછી ષડયંત્ર

કહેવામાં આવી રહ્યું છે કે તેણે 13 વર્ષની છોકરીને એક સ્માર્ટ ફોન ગિફ્ટ કર્યો હતો. ત્યારપછી તેની સાથે ચેટિંગનો સિલસિલો શરુ થયો અને વીડિયો કોલ પર પણ વાત થઈ. યુવતીના પરિવારજનોને આ છોકરા વિશે કે કોઈ પ્રકારની વાતચીતની કોઈ માહિતી નહોતી. ત્યારપછી એક દિવસ આરોપી યુવકે યુવતીની કેટલીક વાંધાજનક તસવીરો લઈ લીધી અને તેના દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવી.

ઘટનાના દિવસે શું થયું હતું?

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવક યુવતી પર તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. તે દરમિયાન 8 નવેમ્બરે પીડિતાનો પરિવાર થોડા દિવસો માટે શિરડી ગયો હતો. યુવતી તેની દાદી સાથે ઘરે હતી.

આરોપી યુવકે તેની દાદીને ખાવામાં નશીલી દવાઓ ભેળવીને આપી દીધી અને પછી યુવતી પર બળાત્કાર કર્યો. બળાત્કાર બાદ યુવતી પર ધર્મ બદલવાનું દબાણ કરવામાં આવ્યું. એવું ભારપૂર્વક કહેવામાં આવ્યું કે જો પીડિતા ઇસ્લામ સ્વીકારી લેશે તો એ તેની સાથે લગ્ન કરી લેશે.

આ પણ વાંચો: Fire on flat in shahibaug: શાહીબાગના એક ફ્લેટમાં લાગી ભીષળ આગ, વાંચો વિગતે…

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો