Death of lions in gir

Death of lions in gir: ગીરમાં સલામત નથી સિંહો! જાણો શું થયું….

Death of lions in gir: કૂવામાં ડૂબી જતાં સિંહ-સિંહણનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ, 07 જાન્યુઆરી: Death of lions in gir: ખાંભા ગીર વિસ્તારમાંથી એક સાથે સિંહ અને સિંહણ બંનેના એક સાથે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામે હતી. આ વિસ્તારના એક ખેતરના ખુલ્લા કુવામાંથી સિંહોના મૃતદેહો મળી આવતા હતા. સિંહ પાણીના ભરેલા કુવા માટે હવાતિયાં મારતો હોવાનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવને પગલે સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા હતા.

એક તરફ સરકાર દ્વારા સિંહોની સુરક્ષાને લઈને મસ મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો તેની સામે સિંહોની સ્થિતિ ખુબજ દયનિય હોવાને કારણે સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે એક ઘટના સામે આવી છે. જેમાં એક સાથે બે સિંહોના મોત થઇ ચુક્યા છે. જેમની એક સિંહણ અને એક સિંહ હોવાનું સામે આવી રહ્યું છે.

પાણીથી ભરેલા ખેતરના કુવામા પડી જવા અથવા અન્ય કોઈ કારણોસર તેનું ડૂબી જવાને કારણે મોત થયું હોવનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના કોટડા ગામની હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા તેમના દ્વારા વનવિભાગને જાણ કરાઈ હતી.

જોકે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બનેંના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. એક વિડીયો પણ સામે આવી રહ્યો છે.જે આ વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આ અંગે કોઈ પુષ્ટિ થઇ રહી નથી. જોકે તેમાં સિંહ પાણીમાંથી જીવ બચાવવા માટે તડફડીયા મારી રહ્યો છે. 

આ બનાવને પગલે સિંહ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. તો બીજી તરફ સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ સિંહોના સંરક્ષણ પાછળ કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સિંહોના વાહનોમાં આવી જઈ અથવા તો કુવામાં પડી જવાને કારણે મોત થવાના બનાવોને અટકાવી શક્તિ નથી.તો ભૂતકાળમાં પણ અનેક બનાવો બની ચુક્યા છે.તેને જોઈને શીખ પણ સ્થાનીય પ્રશાસન ન લઇ શક્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Love jihad case: મિત્રતા, મુલાકાત પછી અપહરણ… યુવતી સાથે વાત કરવાની મળી ભયાનક સજા

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો