Mughal Garden

Mughal Garden name changed: રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું, જાણો…

Mughal Garden name changed: સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત આ ગાર્ડનને જોવા દેશ-વિદેશથી આવે છે લોકો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: Mughal Garden name changed: રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તે ‘અમૃત ઉદ્યાન’ના નામથી ઓળખાશે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કર્યું છે. નોંધનીય છે કે આ પહેલા દિલ્હીમાં ઘણા મુગલ શાસકોના નામ પર બનેલા રસ્તાઓના નામ પણ બદલવામાં આવ્યા હતા. ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) આ વર્ષે 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ પછી તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ સુંદર ફૂલોનો આનંદ માણી શકશે.

આ પણ વાંચો: CM bhupendra patel inaugurates development projects: સુરતવાસીઓને રૂા.૨,૪૧૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો