Paper Leak

Junior clerk exam paper leak: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું, કોંગ્રેસે સરકાર પર સાધ્યો નિશાનો…

Junior clerk exam paper leak: ભાજપ સરકારનાં રાજમાં ભૂતકાળમાં વર્ષ ૨૦૧૪થી સતત પેપર લીકની ઘટનાઓ થતી આવી છે: મનીષ દોશી

અમદાવાદ, 29 જાન્યુઆરી: Junior clerk exam paper leak: ગુજરાતનાં યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડા સમાન વારંવાર પેપર લીકની ઘટનાને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચુકી છે. વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે.

તાજેતરની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૯ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય રોડાયા છે, સપના તૂટ્યા છે. ગુજરાતનાં લાખો યુવાનો પોતાનું સેન્ટર અન્ય જિલ્લામાં હોવાને લીધે એક દિવસ વહેલા સેન્ટર પર પહોંચવા ગયા હતા. ઘણા લાંબા સમયની મહેનત અને પરિશ્રમ બાદ સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન સાથે પહોંચેલા યુવાનોને સરકારી નોકરીની જગ્યાએ પેપરલીક કાંડ મળ્યું અને જીવનનાં અમૂલ્ય પાંચ વર્ષ વેડફાઈ ગયા.

‘કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે’ તેવી માત્ર મોટી મોટી કરતી ભાજપ સરકારનાં રાજમાં ભૂતકાળમાં વર્ષ ૨૦૧૪થી સતત પેપર લીકની ઘટનાઓ થતી આવી છે છતાં મુખ્ય સૂત્રધાર-ચમરબંધીને પકડવાના સદંતર નિષ્ફળ નીવડી છે. ઘણા લાંબા સમયથી શ્રમ-નાણાં અને સમય ખર્ચીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને પરિવારનાં આર્થિક ઉત્થાન માટે યુવાનો પોતાના ઘરથી દૂર રહે છે સાથોસાથ કલાસીસ,જમવા,રહેવા પાછળ ખર્ચ કરે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પારદર્શક-સમયસર-સુરક્ષિત વ્યવસ્થાતંત્રને બદલે ભાજપ સરકાર ગુજરાતનાં લાખો યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. વર્ષ ૨૦૧૯માં પણ બિનસચિવાલય ક્લાર્કનાં પેપરલીક કાંડમાં ન્યાય માટે ગુજરાતનો યુવાન રસ્તા પર આવ્યા હતા. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીકનાં આરોપીઓને સત્વરે પકડી યોગ્ય કાર્યવાહી કરી ગુજરાતનાં લાખો યુવાનોના ન્યાય અપાવવા આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

ગુજરાતમાં સતત પેપર લીકની વર્ષવાર વિગતો

૧) 2014: GPSC ચીફ ઓફિસરનું પેપર
૨) 2015: તલાટી પેપર
૩) 2016: જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી ની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું.
૪) 2018 : TAT -શિક્ષક પેપર
૫) 2018 : મુખ્ય-સેવિકા પેપર
૬) 2018: નાયબ ચિટનિસ પેપર
૭) 2018: LRD-લોકરક્ષક દળ
૮) 2019: બિનસચિવલય કારકુન
૯) 2020: કોરોના કાળ
૧૦) 2021: હેડ ક્લાર્ક
૧૧) 2021: DGVCL વિદ્યુત સહાયક
૧૨)2021: સબ ઓડીટર
૧૩) 2022: વનરક્ષક
૧૪) 2023: જુનિયર ક્લાર્ક

આ પણ વાંચો: Mughal Garden name changed: રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો