Chhattisgrh invitation CM Bhupendra patel

National Tribal Dance Festival:છત્તીસગઢના સંસદીય સચિવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પ્રત્યક્ષ મળીને પાઠવ્યું આમંત્રણ

National Tribal Dance Festival: છત્તીસગઢમાં યોજાનારા રાષ્ટ્રિય આદિવાસી નૃત્ય મહોત્સવમાં અતિથિ પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નિમંત્રણ પાઠવતા છત્તીસગઢના મુખ્યમંત્રી

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૧૧ ઓક્ટોબર:
National Tribal Dance Festival: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છત્તીસગઢ રાજ્યમાં આગામી તા.ર૮ ઓકટોબરથી યોજાનારા રાષ્ટ્રિય આદિવાસી નૃત્ય મહોત્સવમાં અતિથિ પદે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પાઠવ્યું છે. ભારતની પ્રાચીનત્તમ આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યના આ દ્વિતીય મહોત્સવ સાથે છત્તીસગઢનો ર૧ મો રાજ્યોત્સવ પણ રાયપૂર ખાતે તા.ર૮ ઓકટોબરથી તા.૧ નવેમ્બર-ર૦ર૧ દરમ્યાન યોજાવાનો છે.

આ ઉત્સવમાં દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આદિજાતિ પારંપારિક નૃત્યો વિવાહ સંસ્કાર અને અન્ય પારંપારિક વિધિઓ અંતર્ગત બે તબક્કામાં પ્રસ્તુત થવાના છે.

National Tribal Dance Festival Gujarat CM invite

આ પણ વાંચો…floating restaurant in ahmedabad: સાબરમતી રીવરફ્રન્ટમાં ક્રૂઝ તથા ફલોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે, 100 પેસેન્જરની સુવિધા- વાંચો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું ભાવભર્યુ નિમંત્રણ છત્તીસગઢના સંસદીય સચિવ શકુંતલા શાહુ અને વિધાયક ઉન્નતી ગણપત જાંગડે એ ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને પાઠવ્યું હતું.
તેમણે ગુજરાતના આદિજાતિ કલાકારો આ મહોત્સવમાં સહભાગી થાય તે માટે પણ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો.

Whatsapp Join Banner Guj