Jilla panchayat vadodara 2

Hello… jilla Panchayat; વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર રાજ્યમાં એક નવતર પહેલ

Hello… jilla Panchayat: જિલ્લાના નાગરીકો હવે ઘરે બેઠા જ ફક્ત 0265-2438110 ઉપર એક ફોન કોલ દ્વારા જ પંચાયતને લગતી કોઈ પણ રજૂઆત કે અરજી કરી શકશે

  • પ્રો – એક્ટિવ ગવર્નન્સના ભાગ રૂપે જિલ્લા પંચાયત વડોદરા દ્વારા આ નવીન પહેલ કરવામાં આવી છે
  • જિલ્લાના નાગરિકોને બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ

વડોદરા, ૧૧ ઓક્ટોબર: Hello… jilla Panchayat: લોક પ્રશ્નોનો ઝડપી,સરળ અને સમયમર્યાદામાં ઉકેલ આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનીઝમના ભાગ રૂપે જિલ્લા પંચાયત વડોદરા દ્વારા સમગ્ર રાજ્યમાં એક નવતર પહેલ કરવામાં આવી છે.જે અન્વયે લોકોને પોતાની રજૂઆતો કે અરજીઓ માટે રૂબરૂ જિલ્લા પંચાયત ખાતે આવવાની જરૂર રહેશે નહિ . જિલ્લા પંચાયત વડોદરા દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પહેલના કારણે જિલ્લાના નાગરીકો હવે ઘરે બેઠા જ ફક્ત 0265-2438110 ઉપર એક ફોન કોલ દ્વારા જ પંચાયતને લગતી કોઈ પણ રજૂઆત કે અરજી કરી શકશે.

આ પણ વાંચો…Amitabh left the AD: જન્મદિવસે બીગ-બીએ લીધો મોટો નિર્ણય- છોડી પાન મસાલા બ્રાન્ડની એડ, જાહેરાત છોડવા પાછળ આ જણાવ્યું કારણ

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આવી (Hello… jilla Panchayat) ટેલીફોનીક રજૂઆતો / અરજીઓને ડી.જી.એમ.એસ. સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેનું પ્રોગ્રેસ અને ફોલો અપ લેવામાં આવશે. આ ઉપરાંત , ટ્વીટર , વોટસએપ જેવા સોશિયલ મીડિયા દ્વારા મળેલ રજૂઆતો પણ ડી.જી.એમ.એસ. સોફ્ટવેર માં એન્ટ્રી કરી ફોલો અપ લેવામાં આવશે. આમ,નાગરિકોનો સમય ના બગડે અને ધક્કા ના ખાવા પડે અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય એ માટે પ્રો – એક્ટિવ ગવર્નન્સના ભાગ રૂપે જિલ્લા પંચાયત વડોદરા દ્વારા આ નવીન પહેલ કરવામાં આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે જણાવ્યું છે.

Hello… jilla Panchayat, Vadodara

આ નવીન અભિગમના બહોળા પ્રતિસાદ માટે (Hello… jilla Panchayat) જિલ્લા પંચાયતપ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ ,જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો, સદસ્યઓ અને જિલ્લા પંચાયત શાખાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ માં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના નાગરીકો માટે આ ટેલિફોન લાઈન ખુલ્લી મુકવામાં આવી હતી. વડોદરા જિલ્લાના નાગરિકોને તેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે અનુરોધ કર્યો છે .

Whatsapp Join Banner Guj