floating restaurant in ahmedabad

floating restaurant in ahmedabad: સાબરમતી રીવરફ્રન્ટમાં ક્રૂઝ તથા ફલોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે, 100 પેસેન્જરની સુવિધા- વાંચો વિગત

floating restaurant in ahmedabad: ૨૦ ઓકટોબરના રોજ પ્રિબીડ મિટીંગ રાખવામાં આવી છે.૧૧ નવેમ્બરે બીડ ખોલવામાં આવશે.જો આ પ્રોજેકટ સફળતાપૂર્વક શરુ થશે તો સાબરમતી રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે વધુ એક નજરાણું સાબિત થશે

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ floating restaurant in ahmedabad: અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે દસ વર્ષ બાદ ફરી એક વખત રીવરક્રૂઝ તથા ફલોટીંગ રેસ્ટોરન્ટ શરુ કરવા અંગે સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.જેમાં ક્રૂ મેમ્બર સાથે મહત્તમ ૧૦૦ પેસેન્જરોની ક્ષમતા રાખવી પડશે.ટિકીટ વિન્ડો ફલાવર પાર્ક પાસે રાખવામાં આવશે.૨૦ ઓકટોબરના રોજ પ્રિબીડ મિટીંગ રાખવામાં આવી છે.૧૧ નવેમ્બરે બીડ ખોલવામાં આવશે.જો આ પ્રોજેકટ સફળતાપૂર્વક શરુ થશે તો સાબરમતી રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે વધુ એક નજરાણું સાબિત થશે.

આજથી દસ વર્ષ અગાઉ વાઈબ્રન્ટ સમિટ વખતે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ફલોટીંગ રેસ્ટોરન્ટ શરૃ કરવા માટે એમ.ઓ.યુ.કરવામાં આવ્યા હતા.એ સમયે બે કંપનીઓએ ફલોટીંગ રેસ્ટોરન્ટ શરુ કરવા પ્રપોઝલ આપી હતી.આ પ્રપોઝલ પૈકી એક પ્રપોઝલ એ સમયના હિંદી ફીલ્મોના જાણીતા હીરો તરફથી આપવામાં આવી હતી.પરંતુ બાદમાં  સાબરમતી નદીમાં રીવરક્રૂઝ કે ફલોટીંગ રેસ્ટોરન્ટ ઓછુ પાણી હોવાના કારણે ચાલી શકે એમ ના હોવાનું કારણ આગળ ધરવામાં આવતા આ પ્રોજેકટ અભેરાઈ ઉપર મુકી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Encounter with terrorists in J&K: જમ્મુ કાશ્મીરના પુંછ ખાતે આતંકવાદીઓ સાથે અથડામણ, JCO સહિત સેનાના 5 જવાન શહીદ

દસ વર્ષ બાદ ફરી એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રીવરક્રૂઝ અને ફલોટીંગ રેસ્ટોરન્ટ શરુ થાય એવો વિચાર આવતા આ અંગે રસ ધરાવનારાઓ પાસેથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે.રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે એની શરત મુજબ,બીડ માટે ઓફર કરનારાઓનું છેલ્લા ત્રણ વર્ષનું ટર્ન ઓવર રુપિયા એક કરોડ હોવું જરૃરી છે.ઉપરાંત બીડ ભરનારાઓએ જેટી સહીતની તમામ સપોર્ટીંગ સિસ્ટમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રકચર જાતે જ ઉભુ કરવાનું રહેશે.એક વખત વર્ક ઓર્ડર આપવામાં આવ્યા બાદ રીવરક્રૂઝ કે ફલોટીંગ રેસ્ટોરન્ટના ઓપરેશન અને મેઈન્ટેનન્સની જવાબદારી જેમને વર્ક ઓર્ડર આપવામાં આવશે એની રહેશે. ટેન્ડર ભરવાની અંતિમ તારીખ ૧૪ ઓકટોબર રાખવામાં આવી છે.૨૦ ઓકટોબરે રીવરફ્રન્ટ હાઉસની ઓફિસ ખાતે પ્રિ-બીડ મિટીંગ મળશે.જયારે ૧૧ નવેમ્બરના રોજ બીડ ખોલવામાં આવશે.

તમામ સ્ટાફ માટે માસ્ક,હેન્ડગ્લોવ્ઝ,કેપ ફરજિયાત રહેશે

સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રીવરક્રૂઝ અને ફલોટીંગ રેસ્ટોરન્ટ માટે ટેન્ડરમાં જે શરતો મુકવામાં આવી છે એમાં તમામ સ્ટાફ ગુજરાતી,હિંદી ઉપરાંત અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈશે.સ્ટાફના તમામ લોકોએ ફરજિયાત માસ્ક, હેન્ડગ્લોવ્ઝ અને  કેપ પહેરવા પડશે.નિયત એન્ટ્રી ઉપરાંત એક ઈમરજન્સી એકિઝટ પણ રાખવી પડશે.રેસ્ટોરન્ટના કીચનમાં માઈક્રોવેવ,ઓવન, એકવાગાર્ડ ઉપરાંત ડીશ વોશર અને ઈલેકટ્રીક ચીમની જેવા ગેઝેટ રાખવા પડશે.ઉપરાંત આવનારા મુલાકાતીઓ માટે ફીલ્ટર કરેલા પીવાના પાણીની સગવડ કરાવવાની રહેશે.પ્રોપર વેન્ટિલેશન તથા સ્ટોરેજ કેપેસીટી રાખવી પડશે.

આ પણ વાંચોઃ Amitabh left the AD: જન્મદિવસે બીગ-બીએ લીધો મોટો નિર્ણય- છોડી પાન મસાલા બ્રાન્ડની એડ, જાહેરાત છોડવા પાછળ આ જણાવ્યું કારણ

વેઈટીંગ લોન્જ સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રીવર ક્રૂઝ-ફલોટીંગ રેસ્ટોરન્ટ માટે ટિકીટ વિન્ડો ઉપરાંત મુલાકાતીઓ માટે વેઈટીંગ લોન્જ ની સાથે સ્થળ સુધી પહોંચવા માટે નો ઈન્ડીકેટીવ રુટ પણ દર્શાવવાનો રહેશે.રીવરફ્રન્ટની પૂર્વ દિશામાં ગાંધીબ્રીજથી સરદારબ્રીજ વચ્ચે ઈન્ડીકેટીવ રુટ રાખવામાં આવશે એમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.વર્ક ઓર્ડર જેને આપવામાં આવશે તેણે જેટીની વ્યવસ્થા પણ કરવાની રહેશે.

Whatsapp Join Banner Guj