petrol pump 600x337 1

Petrol and diesel prices fell: પેટ્રોલ અને ડીઝલના ભાવ એક ઝાટકે આટલા બધા ઘટયા. સરકારે લોકોને દિવાળીની ભેટ આપી.

નવી દિલ્હી, ૦૩ નવેમ્બર: Petrol and diesel prices fell: ભારત સરકારે લોકોને દિવાળીની ભેટ આપી છે. કૂદકે અને ભૂસકે વધતા પેટ્રોલ અને ડીઝલમા ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો જ્યારે કે ડીઝલમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે.

આવતીકાલથી નવો ભાવ લાગુ થશે. સરકારના આ પગલાંને લીધે પેટ્રોલના ભાવ ઘટતાં લોકોને આંશિક રાહત મળશે. જોકે અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેને કારણે આ ઘટાડો ઘણો સાધારણ ગણવો રહ્યો.

આ પણ વાંચો…CM kutch border diwali: પ્રજાજનોની સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ: મુખ્યમંત્રી

Whatsapp Join Banner Guj