PM Modi

PM Modi Speech For Independence Day: PM મોદીનો લાલ કિલ્લાથી હુંકાર, કહ્યું- આગામી વખતે…

PM Modi Speech For Independence Day: આગામી વખતે વધુ આત્મવિશ્વાસ સાથે લાલ કિલ્લા પર આવીશ: PM મોદી

નવી દિલ્હી, 15 ઓગસ્ટઃ PM Modi Speech For Independence Day: ભારત આજે તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ તેમનું સતત 10મા સ્વતંત્રતા દિવસનું સંબોધન હતું.

આ દરમિયાન તેમણે આવતા વર્ષે 15 ઓગસ્ટે ફરીથી લાલ કિલ્લાની મુલાકાત લેવાની પણ જાહેરાત કરી હતી. સાથે જ કહ્યું કે, આગામી વખતે ફરી હું દેશની ઉપલબ્ધિઓ તમારી સામે મૂકીશ.

આવતા વર્ષે હું ફરી લાલ કિલ્લા પર આવીશ: PM મોદી

ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, ‘2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરી એકવાર આશીર્વાદ આપ્યા છે. આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વૃદ્ધિના છે. આગામી પાંચ વર્ષ 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે સૌથી મોટી સોનેરી ક્ષણ છે. આગામી 15મી ઓગસ્ટે હું આ લાલ કિલ્લા પરથી દેશની ઉપલબ્ધિઓ અને વિકાસને તમારી સામે રજૂ કરીશ.

આ પણ વાંચો… CM Bhupendra Patel hoisted the flag: 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં ધ્વજવંદન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો