CM

CM Bhupendra Patel hoisted the flag: 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં ધ્વજવંદન કર્યું

CM Bhupendra Patel hoisted the flag: દેશના અઢી લાખ ગામોની માટી દિલ્હી પહોંચાડવામાં આવશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 15 ઓગસ્ટઃ CM Bhupendra Patel hoisted the flag: આજે વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડમાં ધ્વજવંદન કર્યુ હતું. આ પ્રસંગે વલસાડમાં રાજ્યકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વલસાડના AMPC ગ્રાઉન ખાતે સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. આ માટે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. સૌ કોઈ દેશ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા.

દેશના અઢી લાખ ગામોની માટી દિલ્હી પહોંચાડવામાં આવશેઃ ભૂપેન્દ્ર પટેલ

ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા. આ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડવામાં આવશે અને ત્યાં વીર શહીદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે.

સીએમએ વલસાડને 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી

આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં અંદાજે એકસો કરોડોના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.

આ પણ વાંચો…. Bitcoin and Crypto Currencies: ડો.વિજયકુમાર ગઢવી દ્વારા બીટકોઈન અને ક્રિપ્ટો કરન્સી વિષય પર બુક પબ્લિશ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો