PM Modi

PM Modi Will Interact With Bharat Sankalp Yatra Beneficiaries: પ્રધાનમંત્રી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

PM Modi Will Interact With Bharat Sankalp Yatra Beneficiaries: પ્રધાનમંત્રી પાંચ રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપશે

  • કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાશે

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ PM Modi Will Interact With Bharat Sankalp Yatra Beneficiaries: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપશે. આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.

આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો… Cabinet Approved The MoU Between America-India: કેન્દ્રીય મંત્રીમંડળે અમેરિકા-ભારત વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો