Prahlad Modi car accident

Prahlad Modi car accident: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગાડીનો નડ્યો અકસ્માત, વાંચો વિગતે…

Prahlad Modi car accident: ઘટનામાં પ્રહ્લાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: Prahlad Modi car accident: કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા.

મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે પ્રહલાદ મોદી ગુજરાત ફેયરપ્રાઈસ શોપ્સ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના અધ્યક્ષ છે. મધ્યપ્રદેશમાં બૈતુલ જિલ્લામાં એક સામાજિક કાર્યક્રમમાં સામેલ પ્રહલાદ મોદીએ પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં મફતની લાલચ આપનારા લોકો આવે છે અને ચાલ્યા જાય છે. ગુજરાતની જનતાએ એ લોકોને કહ્યું છે કે ગુજરાત લેનાર નથી, આપનાર છે. એટલે ગુજરાતમાં જે પરિણામો આવ્યા છે, જે તમને જાણ છે.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2024માં પણ ભારતીય જનતા પાર્ટી જ સત્તામાં રહેશે અને આપણા વડા નરેન્દ્રભાઈ જ બનશે. પત્રકારોએ તેમને પૂછ્યું કે શું મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મોડલને અનુસરવામાં આવશે, તેના પર જવાબ આપતાં તેમણે કહ્યું કે, આ તો ભાજપ પાર્ટીના હોદ્દેદારો જ કહી શકશે.

અમે સામાન્ય લોકો છીએ. મારા મત મુજબ, ગુજરાતની જનતા સમજી વિચારીને જ મત આપે છે. ગુજરાત અને મધ્યપ્રદેશના મુદ્દાઓ અલગ-અલગ છે. મધ્યપ્રદેશમાં કઈ વિચારધારાથી મતદાન થાય છે, એ તમે લોકો અથવા મીડિયા જાણી શકો છો.

આ પણ વાંચો: Registration for aadhaar card closed: આધારકાર્ડ માટેની નોંધણીની કામગીરી બંધ, અહીં જાણો કારણ…

Gujarati banner 01