Registration for aadhaar card closed

Registration for aadhaar card closed: આધારકાર્ડ માટેની નોંધણીની કામગીરી બંધ, અહીં જાણો કારણ…

Registration for aadhaar card closed: સોફટવેરમાં વધુ સુરક્ષા અર્થે જરૂરી અપડેશન માટે કામગીરી બંધ કરવામાં આવી છે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 27 ડિસેમ્બર: Registration for aadhaar card closed: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાના આદેશના પગલે દેશના અન્ય વિસ્તારોની નોંધણી કેન્દ્રમાં અઢાર વર્ષથી વધુ વયના લોકોના નવા આધારકાર્ડ માટેની નોંધણીની કામગીરી બંધ કરવાની તાત્કાલિક અસરથી તાકિદ કરાઈ છે.

આ કામગીરી સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યાનુસાર સોફટવેરમાં વધુ સુરક્ષા અર્થે જરૂરી અપડેશન માટે કામગીરી બંધ કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ જિલ્લા મથક ભુજ શહેર સહિત કચ્છમાં માન્યતા પ્રાપ્ત આધાર કેન્દ્રોમાં દરરોજ નવા આધારકાર્ડ માટે એનરોલમેન્ટ તેમજ અપડેશન માટે અરજદારો પહોંચી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઉચ્ચકક્ષાએથી સૂચના મળતાં અચાનક ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા લોકોનું સોફટવેરમાં નવું અપડેશન ન થાય ત્યાં સુધી નોંધણીની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

જેના કારણે આજદિન સુધી આધારકાર્ડ ન કઢાવ્યું હોય તેવા ૧૮ વર્ષથી વધુ વયના લોકોને નવા આધારકાર્ડ માટે એનરોલમેન્ટ ન થતાં ધકકા ખાવાની ફરજ પડી રહી છે.વધુમાં જાણવા મળ્યાનુસાર ૧૮ વર્ષથી વધુ વયના લોકોનું નવા આધારકાર્ડ માટે એનરોલમેન્ટ લગભગ જાન્યુ.ર૦ર૩માં કરવામાં આવશે. આ ઉપરાંત જાન્યુઆરી ર૦ર૩ બાદ ૧૮ થી વધુ વર્ષના લોકો માટે પ્રથમ વખત આધારકાર્ડ કઢાવવું વધુ મુશ્કેલ બનશે. નવા આધારકાર્ડ માટે ડોકયુમેન્ટ વેરિફીકેશનની પ્રક્રિયા વધુ જટિલ બનશે. તો પુખ્યવયનાઓ માટે પ્રથમ વખત આધારકાર્ડની પ્રક્રિયા

પાસપોર્ટ મેળવવા જેટલી મુશ્કેલ બની જશે અને તે સ્થાનિકે આધારકેન્દ્રોના બદલે ગાંધીનગરથી જ થઈ શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે.આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હાલ માન્યતા પ્રાપ્ત આધાર કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓના જણાવ્યાનુસાર હાલ ૧૮ વર્ષથી વધુની વયના લોકો માટે નવા આધારકાર્ડ બનાવવાની કામગીરી તો બંધ જ છે.

પરંતુ અન્યોના નવા આધારકાર્ડ માટે ઓનલાઇન એન્ટ્રી થાય છે. તેની પ્રોસેસ પૂર્ણ થવામાં અગાઉ બે કે ત્રણ દિવસની સરખામણીમાં હાલ એક મહિના જેટલો સમય થઇ રહ્યો છે. જો કે અગાઉ બનેલા આધારકાર્ડમાં સુધારા-વધારા થઇ શકે છે. પરંતુ તે પ્રક્રિયા પણ અગાઉની જેટલી ઝડપથી પૂર્ણ થતી નથી. આધારકાર્ડમાં ઓનલાઈન નોર્મલ સુધારા માટે પણ દસેક દિવસનો સમય લાગે છે. તો નામમાં સુધારો સહિતના મેજર સુધારા માટે એક મહિના જેટલો સમય લાગી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં વસ્તીની સંખ્યાની સામે આધારકાર્ડ વધુ ઇશ્યૂ થયા હોવાનું તેમજ ડુપ્લિકેશનના કારણોસર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ સોફટવેરમાં વધુ સુરક્ષા અપડેશન કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હાલે નવા આધારકાર્ડ બનાવવાની કામગીરી બંધ કરી દેવાઈ છે.

આ પણ વાંચો: Corona guidelines for schools: શાળામાં ફરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના…

Gujarati banner 01