Mumbai building seal

Prithvi Apartment Seal in South Mumbai: દક્ષિણ મુંબઈના પૃથ્વી એપાર્ટમેન્ટ સીલ આ વિલ્ડીંગમાં બોલિવુડના પ્રખ્યાત અભિનેતાનું ઘર, જાણો વિગત

Prithvi Apartment Seal in South Mumbai: આ જ બિલ્ડિંગમાં આવેલી B વિંગમાં ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર આવેલું છે.

મુંબઈ, ૧૩ જુલાઈ: Prithvi Apartment Seal in South Mumbai: દક્ષિણ મુંબઈના પોશ એરિયા અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા પૃથ્વી ઍપાર્ટમેન્ટની A વિંગને મુંબઈ પાલિકાના D વૉર્ડે સીલ કરી નાખ્યું છે. આ જ બિલ્ડિંગમાં આવેલી B વિંગમાં ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર આવેલું છે.

કોરોનાનો દર્દી મળી આવતાં પાલિકાએ આ બિલ્ડિંગને સીલ કરી (Prithvi Apartment Seal in South Mumbai) નાખ્યું હતું. સુનીલ શેટ્ટીનું ઘર અહીં હોવાથી બૉલિવુડમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે સુનીલ શેટ્ટી મુંબઈની બહાર હોવાનું અને તેનો પરિવાર સુરક્ષિત હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું. એથી બૉલિવુડે રાહત અનુભવી હતી.

આ પણ વાંચો…Kasana village: ચુડવેલ નો ત્રાસ: મેઘરજના કસાણા ગામમાં ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

અહીં ઉલ્લેખનીય છે મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. છતાં મુંબઈના અમુક વિસ્તારમાં હજી પણ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. હાલ D વૉર્ડનો કોવિડ ગ્રોથ-રેટ 0.07 ટકા  હોવાનું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj