Suprime court edited

Puri rathyatra: સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરી સિવાય અન્ય સ્થળોએ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની અરજી ફગાવી- વાંચો શું છે મામલો?

Puri rathyatra: રાજ્ય સરકારે કહ્યું ઓરિસ્સાના અન્ય શહેરોમાં અને ગામોમાં રથયાત્રાની મંજૂરી નહિ આપવાથી લોકોની આસ્થા પ્રભાવિત નહિ થાય

નવી દિલ્હી, 06 જુલાઇઃPuri rathyatra: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બરીપ્રાદામાં ભગવાન જગન્નાથ મંદિરના વકીલ એકે શ્રીવાસ્તવને જણાવ્યું કે તેમણે કોરોના પ્રોટોકોલ મુજબ રથયાત્રા કાઢવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમના તમામ વોલન્ટિયરનો કોરોના ટેસ્ટ નેગેટિવ છે. બીજી એક અરજીકર્તાએ નીલગિરી અને સસનાંગમાં પણ રથયાત્રા કાઢવાની મંજૂરી માંગી. જોકે કોર્ટે તમામ 6 અરજીકર્તાઓની અરજી ફગાવી દીધી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરી સિવાય અન્ય સ્થળોએ જગન્નાથ રથયાત્રા(Puri rathyatra)નું આયોજન કરવાની અરજીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. આ સાથે અદાલતે આ મામલે ઓરિસ્સા સરકારના આદેશને પડકારતી અરજીઓ પણ ફગાવી દીધી હતી. અરજી દાખલ કરનાર વકીલનું નામ વિષ્ણુ શંકર જૈન છે.

મુખ્ય ન્યાયાધીશે અરજદારોને કહ્યું કે તમે ભગવાનની પ્રાર્થના ઘરેથી કરી શકો છો. પરિસ્થિતિઓ એવી નથી કે તમે ઓરિસ્સા જઇને પ્રાર્થના કરો. તેમણે કહ્યું કે તેમને આશા છે કે ભગવાન આગામી વર્ષે લોકોને રથયાત્રામાં ભાગ લેવાની પરવાનગી દેશે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેમને પણ ખરાબ લાગી રહ્યું છે પરંતુ તે મદદ કરી શકશે નહીં. તેઓ પણ ભગવાનના દર્શન કરવા પણ ઇચ્છે છે પરંતુ પરિસ્થિતિ હજી એવી નથી. આ યાત્રા આ વખતે 12 જુલાઈથી શરૂ થશે.

ઓરિસ્સા સરકારે આ મામલે કહ્યું કે, પુરીમાં શરતો સાથે રથ યાત્રા(Puri rathyatra) કાઢવાની મંજૂરી આપવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવી નથી. રથને 500 લોકો ખેચશે છે, જેમની પાસે આરટી-પીસીઆર રિપોર્ટ છે. રાજ્ય સરકારે કહ્યું ઓરિસ્સાના અન્ય શહેરોમાં અને ગામોમાં રથયાત્રાની મંજૂરી નહિ આપવાથી લોકોની આસ્થા પ્રભાવિત નહિ થાય.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે ઓરિસ્સામામ તમામ સ્થળો પર યાત્રાની મંજૂરી આપવી જોઇએ. તુષાર મેહતાએ જણાવ્યું કે ગત વર્ષે સુપ્રીમ કોર્ટે રથ યાત્રા પર સંપૂર્ણ રીતે રોક લગાવી હતી. રાજ્ય સરકારે હવે માત્ર પુરીને જ યાત્રાની મંજૂરી આપી છે. એવા બીજા પણ સ્થળ છે, જ્યા યાત્રા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, એવામાં સુપ્રીમ કોર્ટે તેના જૂના નિર્ણયમાં ફેરફાર કરી, કોરોના નિયમોનું પાલન કરવાની શરતે રથ યાત્રાની મંજૂરી આપવી જોઇએ, જેનાથી આરોગ્ય અને ધાર્મિક માન્યતા બનેને બચાવી શકાય.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Remarriage: હાઇકોર્ટનો પુનઃલગ્નને લઇને લીધો મોટો નિર્ણય, વાંચો વિગત