Fake Vaccine15

Bogus vaccination: મુંબઈના બોગસ રસીકરણ પ્રકરણ, હૉસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કરાયું આટલું મોટું કૌભાંડ, જાણો વિગત

Bogus vaccination: ૫ માર્ચથી 28 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન સત્તાવાર રીતે આશરે 16 હજાર લોકોને રસી આપી હતી.

મુંબઈ, ૦૬ જુલાઈ: Bogus vaccination: મુંબઈમાં બોગસ રસીકરણના આરોપીઓ પોલીસના તાબામાં છે. હૉસ્પિટલના ખર્ચને પહોંચી વળવા આ કાવતરું ઘડાયું હોવાની વાત સામે આવી છે. મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં રસીને નામે સલાઇન વૉટરના ઇન્જેક્શન અપાયાં હતાં. કુલ ૧૨ બોગસ રસીકરણ અભિયાનમાં ૪,૦૭૭ લોકોની રસીના નામે છેતરપિંડી થઈ હતી.

એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ શિવમ્ હૉસ્પિટલના માલિક દંપતી નાણા ભીડમાંથી બહાર આવવા માટે આ કીમિયો અજમાવ્યો હતો. હકીકતે આ હૉસ્પિટલમાં આરોપી ડૉ. મનીષ ત્રિપાઠી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો અને તેણે પોતાના એક વિદ્યાર્થી કરીમ અલી પર સૌપ્રથમ આ બનાવટી રસીનું ઇન્જેક્શન આપી અખતરો કર્યો હતો. કરીમ અલીને આ ઇન્જેક્શનથી કોઈ આડઅસર ન થતાં પૈસા રળવા માટે આ આખું ષડ્યંત્ર રચાયું હતું.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઉલ્લેખનીય છે કે (Bogus vaccination) ૫ માર્ચથી 28 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન સત્તાવાર રીતે આશરે 16 હજાર લોકોને રસી આપી હતી. હૉસ્પિટલના મૅનેજમેન્ટે રસીના એક લાખ ડોઝ ખરીદવા માટે ઑર્ડર આપ્યો હતો, પણ હૉસ્પિટલ પાસે પૈસા ન હતા. રસીનો ઑર્ડર અપાઈ ચૂક્યો હતો એટલે ગમેતેમ પૈસા ઊભા કરવા માટે બોગસ રસીકરણ શિબિરનું આ કૌભાંડ કર્યું હતું.

આ પણ વાંચો…Remarriage: હાઇકોર્ટનો પુનઃલગ્નને લઇને લીધો મોટો નિર્ણય, વાંચો વિગત

જોકે યોજના મુજબ બધું બરાબર ચાલતું હતું, પણ કાંદિવલીમાં હીરાનંદાની હેરિટેજ સોસયટીના સભ્યોએ  પોલીસ ફરિયાદ કરતાં આ કૌભાંડનો ભાંડાફોડ થયો હતો.