ઈડુક્કીના પૂર્વ સાંસદે કહ્યું- રાહુલ ગાંધી(Rahul Gandhi)થી છોકરીઓએ બચીને રહેવાની જરુર છે! આમ કહેવા પાછળ આ જણાવ્યું કારણ…વાંચો સંપૂર્ણ અહેવાલ

Rahul Gandhi

નવી દિલ્હી, 31 માર્ચઃ કોંગ્રેસ પાર્ટી નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) વિશે અવારનવાર નિવેદન આવતા હોય છે. ઘણા તેમના નિવેદનને વખોડતા હોય છે. આ વખતે રાહુલ ગાંધીથી બચવાની સલાહ આપવામાં આવી છે. વાત એમ છે કે, કેરળમાં ચૂંટણીની ગરમાગરમી વચ્ચે ઈડુક્કીના પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે છોકરીઓએ રાહુલ ગાંધીથી બચીને રહેવું જોઈએ. કારણ કે તેઓ હજુ પણ અપરણિત છે. 

રાજ્ય સરકારમાં મંત્રી અને સીપીએમ નેતા એમએમ મણિ માટે ચૂંટણી પ્રચાર કરતા પૂર્વ સાંસદ જોયસ જ્યોર્જે આ નિવેદન આપ્યું. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે રાહુલ ગાંધી હજુ પણ અપરણિત છે અને તેઓ ચર્ચા કરવા માટે ફક્ત છોકરીઓની કોલેજમાં જાય છે. જ્યોર્જે કહ્યું કે રાહુલ ગાંધી મુશ્કેલીઓ પેદા કરી શકે છે અને છોકરીઓએ તેમનાથી ડરવું જોઈએ. જોયસ જ્યોર્જ જ્યારે આ નિવેદન આપી રહ્યા હતાં ત્યારે કેરળ સરકારમાં ઉર્જા મંત્રી મણિ પણ મંચ પર બેઠા હતા. એટલું જ નહીં આ નિવેદન પર તેઓ હસતા જોવા મળ્યા. હવે કોંગ્રેસ આ નિવેદન બાદ કાળઝાળ થઈ ગઈ છે અને ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની વાત કરી રહી છે. 

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, જ્યોર્જ જોયસ 2014માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. પરંતુ 2019ની ચૂંટણીમાં ઈડુક્કી સીટથી કોંગ્રેસના ડીન કુરીકોસે તેમને હરાવ્યા હતા. કુરીકોસે કહ્યું કે આ નિવેદન વિરુદ્ધ અમે ફરિયાદ કરીશું. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું, કૌભાંડો મામલે શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન