Add a heading 14 min

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું, કૌભાંડો મામલે શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન

hemchandracharya north gujarat university

પાટણ,31 માર્ચ :પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ખોટી સહી કરી યુનિવર્સિટીમાં નાણાંની ઉચાપત કર્યાના પુરાવા સામે આવ્યા છે. કુલપતિ ડોક્ટર જે. જે. વોરાએ આચરેલા કૌભાંડનો તપાસ કમિટિના રિપોર્ટમાં સામે આવ્યું છે. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, કર્મચારીઓનું ભથ્થું અને રી ટેસ્ટના નામે નાણાંની ઉચાપત કરી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે ડોક્ટર પી. જે. પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચાઈ હતી. જેમાં કુલપતિ ડોક્ટર જે. જે. વોરોની સંડોવણી સામે આવી હતી. જે. જે. વોરા કેમીસ્ટ્રી વિભાગના હેડ હતા ત્યારે નાણાકીય ઉચાપત અને રેકર્ડ સાથે છેડછાડ કરી હતી. સાથે ખોટી સહીઓ કરી યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના નાણાંની ઉચાપત પણ કરી હોવાના પુરવા સામે આવ્યા છે. ત્યારે MBBS અને ઉત્તરવહી કૌભાંડ બાદ ખુદ કુલપતિ ડોક્ટર જે.જે.વોરાનું કૌભાંડ ખુલતા ખળભળાટ મચી ગયો છે.

HNGUના કુલપતિનું વઘુ એક કૌભાંડ ખૂલ્યું છે. ડો.જે જે વોરાના વધુ એક કૌંભાડના પુરાવા સામે આવ્યા છે. તેમણે કેમેસ્ટ્રી વિભાગના વડા દરમ્યાન કૌભાંડ આચર્યું હતું. તેમણે ખોટા બિલો રજૂ કરી લાખો રૂપિયાની ઉચાપત કર્યાના પુરાવા સામે આવ્યા છે. ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કૌભાંડો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. આ વચ્ચે યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના કુલપતિ જેજે વોરાના હટાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે. જે. વોરાને રજા પર ઊતારીને અન્યને ચાર્જ અપાઈ શકે છે. વિવિધ ફેકલ્ટીના ડીનની પણ સરકારે યાદી મંગાવી છે. ત્યારે વિવિધ ફેકલ્ટીના ડીનને પાટણ યુનિવર્સિટીનો ચાર્જ અપાઈ શકે છે. 

ADVT Dental Titanium

જોકે, બીજી તરફ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કૌભાંડો મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કથિત ઉત્તરવહી ગેરરીતિની તપાસ મામલે ઉચ્ચ શિક્ષક નિયામક નગરાજનને તપાસ સોંપી હતી. ચૂંટણીની જવાબદારી આવી હોવાથી અને ગુજરાત બહાર હોવાથી આ મામલે ઊંડી તપાસ થાય એવું સરકાર ઈચ્છે છે. કોઈ ને બચાવવા નથી ને કાઈ છુપાવવું નથી. હાલ જ સીએમ સાથે વાત થઈ છે. નગરાજનને તપાસ માટે બે સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. તેથી મુખ્યમંત્રી દ્વારા તેની તપાસ એસીએસ હોમને પંકજ કુમારને સોંપવાનો નિર્ણય થયો છે. શક્ય એટલા વહેલા કથિત ગેરરીતિની તપાસ કરશે, અને જે દોષિત હશે તેને કાયદા મુજબ અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. તપાસનો રિપોર્ટ 15 દિવસ પહેલા જ આવે, એટલે જ તપાસ પંકજ કુમારને સોંપી છે. 

પહેલુ કૌભાંડઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)માં વર્ષ 2018માં એફ.વાય. MBBSની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રી-એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં તપાસ કરતાં ગેરરીતિ બહાર આવી હતી. આ માટે તપાસ કરવા યુનિ.એ ખાસ સમિતિની રચના કરી હતી. સમિતિના રિપોર્ટ મુજબ, 10 વિદ્યાર્થીઓના મુલ્યાંકનમાં ફેરફાર થયા છે. જેમાં 3 વિદ્યાર્થીઓના નામ ખૂલ્યા હતા. આ 3 વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી. ત્રણેય વિદ્યાર્થીઓની જવાબવહીમાં પુનઃ મુલ્યાંકન કરનાર નિરક્ષરની સહી તેમાં ન હતી. બ્લોક સુપરવાઈઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવ્યા તે નંબર ઉત્તરવાહી કરતા જુદા પડે છે. જેમાં 392 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થકુમાર અશોકભાઈ મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પાર્થ મહેશ્વરી છે. આ મામલે ખુલાસો થયો કે, પાર્થના માતા હર્ષાબહેન મહેશ્વરી પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ છે. તેમજ હર્ષાબેન પાલનપુર પાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા પણ છે. 

બીજુ કૌભાંડ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોરી ઉત્તરવહી સામે આવી હતી. જેના પરથી સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો હતો. વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જવાબ લખી પાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં કંઈ જ ન લખ્યું હોય તેમ છતા તે પાસ થઈ જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે કે પછી કૌભાંડોનું એપીસેન્ટર. કેટલા સમયથી ચાલી રહ્યું હતું આ કોરી ઉત્તરવહીથી પાસ કરવાનું કૌભાંડ..

Whatsapp Join Banner Guj

ત્રીજું કૌભાંડ: ખોટી સહી કરી યુનિવર્સિટીમાં નાણાંની ઉચાપત કર્યાના પુરાવા સામે આવ્યા છે. કુલપતિ ડોક્ટર જે. જે. વોરાએ આચરેલા કૌભાંડનો તપાસ કમિટિના રિપોર્ટમાં સામે આવ્યું છે. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, કર્મચારીઓનું ભથ્થું અને રી ટેસ્ટના નામે નાણાંની ઉચાપત કરી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે ડોક્ટર પી. જે. પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચાઈ હતી. જેમાં કુલપતિ ડોક્ટર જે. જે. વોરોની સંડોવણી સામે આવી હતી. જે. જે. વોરા કેમીસ્ટ્રી વિભાગના હેડ હતા ત્યારે નાણાકીય ઉચાપત અને રેકર્ડ સાથે છેડછાડ કરી હતી. સાથે ખોટી સહીઓ કરી યુનિવર્સિટીના નાણાંની ઉચાપત પણ કરી હોવાના પુરવા સામે આવ્યા છે.

આ પણ વાંચો…

ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી જાણો, ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા તમારું રાશિ ભવિષ્ય શું કહે છે?