Rahul Gandhi

Rahul Gandhi in Ladakh: લદ્દાખના માર્ગો પર બાઈક લઈને નીકળ્યા રાહુલ ગાંધી, જુઓ તસ્વીરો…

Rahul Gandhi in Ladakh: રાહુલ ગાંધી પૂર્વી લદ્દાખમાં પેંગોંગ લેક જઇ રહ્યા છે

નવી દિલ્હી, 19 ઓગસ્ટઃ Rahul Gandhi in Ladakh: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં લેહ-લદ્દાખના પ્રવાસે છે. આજે તેમણે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સંપૂર્ણ સ્વેગ સાથે બાઇક ચલાવતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી પૂર્વી લદ્દાખમાં પેંગોંગ લેક જઇ રહ્યા છે.

Rahul Gandhi 1 1

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પેંગોંગ તળાવ તેમના પિતા રાજીવ ગાંધીને ખૂબ પસંદ હતું જે તેને વિશ્વની સૌથી સુંદર જગ્યા કહેતા હતા. નોંધનીય છે કે, આવતીકાલે એટલે કે 20મી ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, રાહુલ આ દરમિયાન તેમના પિતાની જન્મજયંતિની ઉજવણી કરશે. આજે તેઓ ટૂરિસ્ટ કેમ્પમાં રાત વિતાવશે.

રાહુલ ગાંધીએ લદ્દાખની મુલાકાત દરમિયાન લેહમાં લગભગ 500 યુવાનો સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસના સ્થાનિક એકમે જણાવ્યું કે, તેમણે યુવાનો સાથે 40 મિનિટ વિતાવી અને ભરચક ઓડિટોરિયમમાં યુવાનો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેઓ બે દિવસના પ્રવાસ પર ગુરુવારે લેહ પહોંચ્યા હતા પરંતુ હવે તેઓ 25 ઓગસ્ટ સુધી સરહદી વિસ્તારના પ્રવાસ પર રહેશે.

રાહુલ ગાંધી આ દરમિયાન કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે. જ્યાં તે ઓ યુવાનો સાથે વાતચીત કરશે. લેહમાં તેની ફૂટબોલ મેચ જોવાનો પણ પ્લાન છે. કોલેજના દિવસોમાં તે એક સારો ફૂટબોલર રહ્યો છે.

રાહુલ ગાંધી 25 ઓગસ્ટે 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લેશે. કારગિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભાજપ વિરુદ્ધ ગઠબંધન કર્યું છે. કાઉન્સિલની ચૂંટણી 10 સપ્ટેમ્બરે યોજાવાની છે.

આ પણ વાંચો… Stoppage of Trains at Surendranagar Station: હવે સુરેન્દ્રનગર સ્ટેશન પર પણ ઉભી રહેશે આ ટ્રેનો, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો