9 soldiers died in Ladakh: લદ્દાખમાં થઈ મોટી દુર્ઘટના, સેનાની ટ્રક ખાડામાં પડી…

9 soldiers died in Ladakh: અકસ્માતમાં બે જુનિયર કમિશન ઓફિસર સહિત કુલ 9 જવાનોના મોત થયા

નવી દિલ્હી, 19 ઓગસ્ટઃ 9 soldiers died in Ladakh: જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં આજે એક મોટો અકસ્માત થયો છે. વાસ્તવમાં અહીં લેહ પાસે સેનાની ટ્રકને અકસ્માત નડ્યો છે. આ ટ્રકમાં બે જુનિયર કમિશન્ડ ઓફિસર અને સાત જવાન હતા. દરેક મૃત્યુ પામ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ક્યારી વિસ્તાર પાસે થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સેનાની ટ્રક સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. આર્મીની ટ્રકને આજે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો.

લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. જવાનો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.

આ પણ વાંચો… Rahul Gandhi in Ladakh: લદ્દાખના માર્ગો પર બાઈક લઈને નીકળ્યા રાહુલ ગાંધી, જુઓ તસ્વીરો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો