rohan gupta join BJP

Rohan Gupta Join BJP: કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ આજે રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા- વાંચો વિગત

Rohan Gupta Join BJP: અગાઉ કોંગ્રેસે અમદાવાદની પૂર્વ બેઠક પરથી તેમને ટિકિટ આપી હતી

whatsapp banner

અમદાવાદ, 11 એપ્રિલઃ Rohan Gupta Join BJP:લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે આજે રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે. અગાઉ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકસભા 2024ની તારીખ નજીક છે ત્યારે ભાજપમાં ભરતી મેળો યથાવત છે. અગાઉ અનેક કોંગ્રેસી નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે રોહન ગુપ્તા પણ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

અગાઉ કોંગ્રેસે અમદાવાદની પૂર્વ બેઠક પરથી તેમને ટિકિટ આપી હતી જો કે રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. રોહન ગુપ્તા AICCના આઈટી સેલના ચેયરમેન રહી ચૂક્યાં છે.

આજે દિલ્લી મુખ્ય કાર્યાલય ખાતે ડૉ. જહાંઝૈબ સિરવાલ, ભૂતપૂર્વ IAS પરમપાલ કૌર અને રોહન ગુપ્તા નવી દિલ્હીમાં ભાજપમાં જોડાયા

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો