Ambani family With aditya gadhvi

Ambani family With aditya gadhvi: ગોતિલો ફેમ આદિત્ય ગઢવી માટે હેપી બર્થ ડે ગીત ગાયુ, જુઓ વીડિયો

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 11 એપ્રિલઃ Ambani family With aditya gadhvi:ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ એક પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યાકરત કરતા લખ્યું કે, “મુકેશભાઇએ નીતાબેનને કીધું કે, “આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ.” અને પછી અંબાણી પરિવારે હેપ્પી બર્થ ડે ગાયું ને એ ક્ષણ મારા માનસમાં જીવનભર યાદ રહે એવી ક્ષણોમાંની એક ક્ષણ બની ગઇ. Once again thanking Ambani Family for this heartwarming gesture.

આ પણ વાંચો:- Rohan Gupta Join BJP: કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ આજે રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા- વાંચો વિગત

અંબાણી ફેમિલી દ્વારા ગુજરાતી ગાયલક કલાકારનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. 7 એપ્રિલ 2024ના રોજ ખલાસી ફેમ જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીનો મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સૌથી પહેલો શૉ થયો હતો. આ શૉ વિશેની પોતાની કેટલીક મહત્વની ક્ષણો વિશે આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવી છે.

આદિત્ય ગઢવીએ તાજેતરમાં મુંબઈમાં પોતાનો પહેલો શૉ રજૂ કર્યો. આ શૉમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત કોકિલબેન અંબાણીનું નામ પણ સામેલ છે. આદિત્ય ગઢવીએ પોતાના કૉન્સર્ટ દરમિયાન મોર બની થનગાટથી માંડીને પોતાનું લોકપ્રિય બનેલું ખલાસી ગીત પણ ગાઈ સંભળાવ્યું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો