Stone pelting on vande bharat express train: વંદેભારત એકસપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તૂટયા

Stone pelting on vande bharat express train: હાવરા અને ન્યુ જલપાઈગુડીને જોડતી વંદેભારત એકસપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બહાર આવી છે

નવી દિલ્હી, 03 જાન્યુઆરી: Stone pelting on vande bharat express train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં હાવરા અને ન્યુ જલપાઈગુડીને જોડતી વંદેભારત એકસપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી, બાદમાં હાલમાં આ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બહાર આવી છે, જેથી ટ્રેનની બારીના કાચને નુકસાન થયું છે.

માલદા જિલ્લાના કુમારગંજમાં આ ઘટના બની છે. ભાજપે આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે અને ટીએમસી કાર્યકર્તાઓએ વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ આ ઘટનાને ટીએમસીનું કાવતરું ગણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા છતીસગઢમાં વંદે ભારત એકસપ્રેસ ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Winter in Gujarat: ગુજરાતમાં આગામી 3-4 દિવસે રહેશે ઠંડીનું જોર, અહીં નોંધાયું સૌથી ઓછું તાપમાન…