Winter 1

Winter in Gujarat: ગુજરાતમાં આગામી 3-4 દિવસે રહેશે ઠંડીનું જોર, અહીં નોંધાયું સૌથી ઓછું તાપમાન…

Winter in Gujarat: રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું

ગાંધીનગર, 03 જાન્યુઆરી: Winter in Gujarat: રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા સમગ્ર રાજ્યમાં શીતલહેર ફરી વળી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. અહીં 8.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે. જો કે હાલમાં કોઈ માવઠાની આગાહી ન હોવાનુ હવામાન વિભાગે જણાવ્યુ છે.

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. ઠંડા પવનો ફૂંકાતા સમગ્ર રાજ્યમાં શીતલહેર ફરી વળી છે. આંકડાની વાત કરીએ તો 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ છે. જ્યારે કંડલા એરપોર્ટ પર 9 ડિગ્રી તાપમાનમાં લોકો ઠૂંઠવાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણામાં 11.01 ડિગ્રી, પાટણમાં 10.09 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, હિંમતનગરમાં 12.8 ડિગ્રી અને મોડાસામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.. રાજકોટમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 13.6 ડિગ્રી, પોરબંદરમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં 14.5 ડિગ્રી, વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. જ્યારે વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે રાજ્યમાં આગામી 4 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે . જેના કારણે ઠંડીનુ જોર વધશે. જો વિગતે વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું. તો અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ.

તો આ તરફ ઉતર ભારતમાં કડકડતી ઠંડીની સાથે બરફ વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના ડોડા, પુંછ, પહલગામ, ગુલમર્ગ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં જાણે બરફની ચાદર છવાઈ ગઈ છે. તો બીજી તરફ સહેલાણીઓ આ બરફ વર્ષાનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Gujcat Exam Forms: શિક્ષણ બોર્ડ ગુજકેટનાં પરીક્ષા ફોર્મ તા. 20મી સુધી સ્વીકારશે