Tejas

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2021 થી પુન:સ્થાપિત

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2021 થી પુન:સ્થાપિત

Tejas Exp.

મુસાફરોની સગવડ માટે અને તેમની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન નંબર 82901/82902 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરી 2021થી  અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ,૦૯ફેબ્રુઆરી:પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, કોરોના વાયરસ મહામારીને કારણે મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાને કારણે આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા 24 નવેમ્બર 2020 થી રદ કરવામાં આવી હતી.

મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસના  નિયમિત પરિચાલનની  વિગતો નીચે આપેલ છે: –

Railways banner

ટ્રેન નંબર 82901 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી 15.50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 82902 અમદાવાદમુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 06.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ સેવાઓ 14 ફેબ્રુઆરી 2021 થી શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી ચેયરકાર અને એસી એક્ઝિક્યુટિવ ચેયરકાર કોચ રહેશે. તેજસ એક્સપ્રેસનું બુકિંગ ફક્ત આઈઆરસીટીસી વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો…ઘરે બેઠા જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving licence), ઓનલાઇન આપી શકશો ટેસ્ટ- વાંચો સંપૂર્ણ વિગત