Today kargil Diwas 2022

Today kargil Diwas 2022: પાકિસ્તાન પહોંચતા માર્ગો પર ભારતીયોની દેખરેખ રાખવામાં આવશે, વાઘા બોર્ડર, એરપોર્ટ, કરતારપુર બોર્ડર પર બાજ નજર

Today kargil Diwas 2022: પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી કદીર પટેલની સૂચના પર ડિરેક્ટોરેટ ઑફ હેલ્થ સાયન્સે એક પરિપત્ર બહાર પાડ્યો

નવી દિલ્હી, 26 જુલાઇઃ Today kargil Diwas 2022: ભારતમાં કોરોના સંક્રમણમાં વધારો થવાને કારણે, હવાઈ અથવા જમીન દ્વારા પાકિસ્તાન પહોંચતા તમામ પ્રવેશ માર્ગો પર ભારતીયોની દેખરેખ રાખવામાં આવશે. તેમાં કરતારપુર કોરિડોરનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી કદીર પટેલની સૂચના પર ડિરેક્ટોરેટ ઑફ હેલ્થ સાયન્સે એક પરિપત્ર બહાર પાડ્યો છે. અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ભારતીય મુસાફરો પર નજર રાખવાની વ્યવસ્થા કરી છે.


સોમવારે દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં એક દિવસમાં ચેપના 16,866 નવા કેસ નોંધાયા પછી, દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,39,05,621 થઈ ગઈ છે. દેશમાં દૈનિક ચેપ દર 168 દિવસ પછી સાત ટકાને વટાવી ગયો છે.

આ પણ વાંચોઃ Botad Poisoned Liquor Case update:બોટાદ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ, 14 લોકો સામે પોલીસ ફરિયાદ- વાંચો વધુ વિગત

પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી કદીર પટેલની સૂચના પર ડિરેક્ટોરેટ ઑફ હેલ્થ સાયન્સે એક પરિપત્ર બહાર પાડ્યો છે. અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ભારતીય મુસાફરો પર નજર રાખવાની વ્યવસ્થા કરી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પ્રવેશના તમામ માર્ગો પર ભારતીય મુસાફરો પર નજર રાખવામાં આવશે. જેમાં એરપોર્ટ, વાઘા-અટારી બોર્ડર અને પીસ કોરિડોર કરતારપુર ગુરુદ્વારાનો સમાવેશ થાય છે.


પાકિસ્તાનમાં ચેપનો દર 2.69 ટકા છે
પાકિસ્તાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આખા પાકિસ્તાનમાં ચેપનો દર વધીને 2.69 ટકા થઈ ગયો છે. કોવિડ-19 સંબંધિત ગૂંચવણોને કારણે દેશમાં 24 કલાકમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન 532 કેસ મળ્યા છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Treatment and symptoms of monkey pox: મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી, વાંચો લક્ષણ અને સંક્રમણથી બચવા શું કરવું?

Gujarati banner 01