Ranveer singh nude photoshoot

FIR filed against Ranveer Singh: બોલિવુડ એક્ટર રણવીર સિંહ વિરુદ્વ કેસ દાખલ- વાંચો શું છે મામલો?

FIR filed against Ranveer Singh: પેપર મેગેજીન માટે કરાવેલા આ ફોટોશૂટના કારણે રણવીર સિંહ વિરુદ્વ મુંબઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

મનોરંજન ડેસ્ક, 26 જુલાઇઃ FIR filed against Ranveer Singh: બોલીવૂડ એક્ટર રણવીર સિંહે થોડા સમય પહેલાં જ એક ફોટોશૂટ કરાવ્યો છે. જેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે. પેપર મેગેજીન માટે કરાવેલા આ ફોટોશૂટના કારણે રણવીર સિંહ વિરુદ્વ મુંબઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે મુંબઈ પોલીસમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેની ન્યુડ ફોટો દ્વારા “મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા” માટે FIR  નોંધવા માટે અરજી કરવામાં આવી હતી. 

આ માહિતી અનુસાર, ફરિયાદી વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા અને એડવોકેટ અખિલેશ ચૌબે છે. તેઓ એક બિન-સરકારી સંસ્થા (NGO)ના પદાધિકારી પણ છે.

આ પણ વાંચોઃ Today kargil Diwas 2022: પાકિસ્તાન પહોંચતા માર્ગો પર ભારતીયોની દેખરેખ રાખવામાં આવશે, વાઘા બોર્ડર, એરપોર્ટ, કરતારપુર બોર્ડર પર બાજ નજર

ફરિયાદીએ જણાવ્યું હતું કે, “અભિનેતાએ પોતાના આ ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તેમની નમ્રતાનું અપમાન કર્યું છે. ફરિયાદીએ અભિનેતા વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. 

અધિકારીએ કહ્યું, “અમને સોમવારે એક NGO સાથે સંકળાયેલ વ્યક્તિ તરફથી અરજી મળી છે, જોકે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. અમે પૂછપરછ કરી રહ્યા છીએ,” 

આ પણ વાંચોઃ Botad Poisoned Liquor Case update:બોટાદ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ, 14 લોકો સામે પોલીસ ફરિયાદ- વાંચો વધુ વિગત

Gujarati banner 01