Crime

Botad Poisoned Liquor Case update:બોટાદ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ, 14 લોકો સામે પોલીસ ફરિયાદ- વાંચો વધુ વિગત

Botad Poisoned Liquor Case update: અમદાવાદની કંપનીમાંથી ચોરી કરીને કેમિકલ આપનાર  આરોપી જયેશની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી

અમદાવાદ, 26 જુલાઇઃ Botad Poisoned Liquor Case update: અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26 જેટલા લોકોના મૃત્યુ થતા ખળભળાટ મચી ગયો હતો. અને 47 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે. આ મૃતકોમાં બરવાળાના 17 લોકો અને ધંધુકાના 9 લોકો સામેલ છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે અને આ આંકડો વધવાની ભીતી સેવાઈ રહી છે. 

આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લઠ્ઠાકાંડ મામલે મોતનો આંકડો વધી રહ્યો છે. જ્યારે હજુ પણ ઘણા લોકો સારવાર હેઠળ છે. ત્યારે હવે આ મામલે  અમદાવાદનું કનેક્શન સામે આવ્યું છે. લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું કરનાર ઝડપાયો છે.

અમદાવાનો શખ્સ કેમિકલની ચોરી કરીને  બુટલેગરને આપતો હતો.  અમદાવાદની કંપનીમાંથી ચોરી કરીને કેમિકલ આપનાર  આરોપી જયેશની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી  AMOS કંપનીમાં કામ કરતો હતો. જે પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી છે.

આ પણ વાંચોઃ Treatment and symptoms of monkey pox: મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી, વાંચો લક્ષણ અને સંક્રમણથી બચવા શું કરવું?

પોલીસે આ ઘટના અંગે 14 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જે આરોપીઓના નામ આ પ્રમાણે છે: 1. ગજુબેન પ્રવિણભાઈ બહાદુર ભાઈ વડદરિયા 2. પીન્ટુભાઈ રસીકભાઈ દેવીપૂજક 3. વિનોદ ઉર્ફે ફન્ટો ભીખાભાઈ કુમારખાણીયા 4. સંજય ભીખા કુમારખાણીયા 5. હરેશભાઈ કીશનભાઈ આંબલિયા 6. જટુભા લાલુભા 7. વિજય ઉર્ફે લાલો પઢીયાર 8. ભવાન નારાયણ 9. સન્ની રતીલાલ 10. નસીબ છના 11. રાજુ ભાઈ 12. અજીત દીલીપ કુમારખાણીયા 13. ભવાન રામુ 14. ચમન રસિક.

આ તમામ આરોપીએ ભેગા મળીને ઈરાદા પૂર્વક આ ઝેરી કેમિકલ પીવાથી પીનારનું મૃત્યુ થશે તેમ જાણવા છતા આ ઝેરી કેમિકલનું ઈરાદાપૂર્વક વેચાણ કરીને લોકોના મૃત્યુ નીપજાવ્યા છે તેથી પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 

આ પણ વાંચોઃ Botad Poisoned Liquor Case: બોટાદ લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત બાદ, મૃત્યાંક 24એ પહોંચ્યો

Gujarati banner 01