Today PM address the Nation at red fort

Today PM address the Nation: લાલ કિલ્લા પરથી PM મોદીએ રજૂ કરી આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ, વાંચો શું કહ્યુ વડાપ્રધાને સંબોધનમાં?

Today PM address the Nation: ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આઝાદીના આટલા  દાયકા બાદ સમગ્ર વિશ્વનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે.

નવી દિલ્હી, 15 ઓગષ્ટઃToday PM address the Nation: આજે 15 ઓગસ્ટ 2022ના રોજ દેશ પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરથી સતત 9મી વાર ધ્વજારોહણ કર્યું. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આઝાદીના આટલા  દાયકા બાદ સમગ્ર વિશ્વનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. દુનિયા સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર શોધવા લાગી છે. વિશ્વનો આ બદલાવ, વિશ્વની સોચમાં આ પરિવર્તન 75 વર્ષની આપણી યાત્રાનું પરિણામ છે. 

પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. જેથી કરીને આગામી 25 વર્ષ બાદ જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત માટે 5 સંકલ્પ જરૂરી છે. 

1. પહેલો સંકલ્પ– વિક્સિત ભારત. તેનાથી ઓછું આપણને મંજૂર નથી. 

2. બીજો સંકલ્પ- સો ટકા ગુલામીની સોચમાંથી આઝાદી. કોઈ પણ ખૂણામાં આપણા મનની અંદર ગુલામીનો અંશ બાકી રહેવો જોઈએ નહીં. સેંકડો વર્ષ સુધી ગુલામીએ આપણને જકડી રાખી હતી. સોચમાં વિકૃતિઓ પેદા કરી રાખી છે. આપણને ગુલામીની કોઈ નાની ચીજ પણ જો નજરે ચડે તો તેનાથી મુક્તિ મેળવવી પડશે. 

3. વારસા પર ગર્વ. પીએમ મોદીએ કહ્યું કે આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. આ વારસો છે, જેણે ભારતને સ્વર્ણિમ ઈતિહાસ આપ્યો. 

4. એકતા અને એકજૂથતા. તેમણે કહ્યું કે 130 કરોડ દેશવાસીઓમાં એકજૂથતા હોવી જરૂરી છે. કોઈ પારકું નથી. 

5. નાગરિકોના કર્તવ્ય. પાંચમા સંકલ્પ વિશે પીએમ મોદીએ જણાવ્યું કે તેમાંથી પીએમ કે સીએમ પણ બહાર હોતા નથી. તેઓ પણ દેશના નાગરિક હોય છે. જ્યારે સપના મોટા હોય છે ત્યારે સંકલ્પ મોટા હોય છે. 

આ પણ વાંચોઃ Congress 100 workers join AAP: કોંગ્રેસના ગઢમાં ગાબડુ,દાંતા બેઠકના 100 જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડી આપમાં જોડાયા

પીએમ મોદીએ કહ્યું કે હિન્દુસ્તાનનો કોઈ ખૂણો, કોઈ કાળ એવો નહતો કે જ્યારે દેશવાસીઓએ સેંકડો વર્ષ સુધી ગુલામી વિરુદ્ધ જંગ ન કરી હોય, જીવન ન ખપાવ્યું હોય, યાતનાઓ ન ઝેલી હોય, આહુતિ ન આપી હોય, આજે પાપણે બધા દેશવાસીઓ માટે આવા દરેક મહાપુરુષ (મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભીમરાવ આંબેડકર, વીર સાવરકર) દરેક ત્યાગી અને બલિદાનીને નમન કરવાનો અવસર છે. 

દેશ કૃતજ્ઞ છે મંગળ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લાહ ખાન, રામ પ્રસાદ બિસ્મિલ જેવા અગણિત એવા આપણા ક્રાંતિવીરોએ અંગ્રેજોની હકુમતના પાયા હચમચાવી નાખ્યા હતા. તેમણે કહ્યું કે ભારત લોકતંત્રની જનની છે. મધર ઓફ ડેમોક્રેસી છે. જેના મૂળમાં લોકતંત્ર હોય છે તેઓ જ્યારે સંકલ્પ કરીને નીકળી પડે છે તે સામર્થ્ય દુનિયાની મોટી મોટી સલ્તનતો માટે પણ સંકટનો કાળ લઈને આવે છે આ મધર ઓફ ડેમોક્રેસી. 

આ પણ વાંચોઃ Police Grade Pay: પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય, ગુજરાત સરકારે કરી જાહેરાત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.