Congress 100 workers join AAP

Congress 100 workers join AAP: કોંગ્રેસના ગઢમાં ગાબડુ,દાંતા બેઠકના 100 જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડી આપમાં જોડાયા

Congress 100 workers join AAP: આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન

પાલનપુર, 14 ઓગષ્ટઃ Congress 100 workers join AAP: દાંતા વિધાનસભામાં સમાવેશ થતાં અને કોંગ્રેસનો ગઢ ગણાતા અમીરગઢ તુલકાંમાં કોંગ્રેસના 100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમા જોડાયા છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન થઇ શકે છે.

દાંતા વિધાનસભામાં કોંગ્રેસનો દબદબો હંમેશા રહ્યો છે. વિધાનસભાની બેઠક મુખ્યત્વે કોંગ્રેસના ફાળે રહે છે. આથી દાંતા અને અમીરગઢ તાલુકાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ કામ થતું ન હોવાના આક્ષેપો કરી રહ્યા હતા અને જાણે કોંગ્રેસ પક્ષથી નારાજ હોય તેવો અહેસાસ કરાવી રહ્યા હતા. ત્યારે અમીરગઢના વેરા, બાલુન્દ્રા અને ઘાટા ગામના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમા જોડાયા હતા.

આ અંગે કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રૂપાભાઈએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા. અમારા કામ ન થવાથી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ.

આ પણ વાંચોઃ Police Grade Pay: પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય, ગુજરાત સરકારે કરી જાહેરાત

આ પણ વાંચોઃ Narmada Dam Overflow: નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, 23 દરવાજા ખોલી દેવાતા પાણીનું લેવલ વધ્યું

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.