Gujarat police 600x337 1

Police Grade Pay: પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય, ગુજરાત સરકારે કરી જાહેરાત

Police Grade Pay: રાજ્ય સરકારે પોલીસની રજૂઆતો પર ગ્રેડ પે માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું

ગાંધીનગર, 14 ઓગષ્ટઃ Police Grade Pay: રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે મોટો નિર્ણય લઈ લીધો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પોલીસની રજૂઆતો પર ગ્રેડ પે માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગાર વધશે.

ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Narmada Dam Overflow: નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, 23 દરવાજા ખોલી દેવાતા પાણીનું લેવલ વધ્યું

આ પણ વાંચોઃ Amrut mahotsav: સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીની સાથે આ અવસર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના સંઘર્ષને યાદ કરવાનો છે

Gujarati banner 01