train 5

Train frequencies increased: તિરૂચ્ચિરાલ્લી અને મદુરૈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

Train frequencies increased: અમદાવાદ-તિરૂચ્ચિરાલ્લી અને ઓખા-મદુરૈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

અમદાવાદ, 17 એપ્રિલ: Train frequencies increased: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ અને ઓખા-મદુરૈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા પર વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છે :

  • ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ

1.    ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જેને 25 એપ્રિલ, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 27 જૂન, 2024 સુધી કરી દેવામાં આવી છે.

2.   ટ્રેન નંબર 09420 તિરૂચ્ચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 28 એપ્રિલ, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 30 જૂન, 2024 સુધી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:- Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

  •  ટ્રેન સંખ્યા 09520/09519 ઓખા-મદુરૈ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ

1.    ટ્રેન નંબર 09520 ઓખા-મદુરૈ સ્પેશિયલ, જેને પહેલાં 29 એપ્રિલ, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 24 જૂન, 2024 સુધી કરી દેવામાં આવી છે.

2.   ટ્રેન નંબર 09519 મદુરૈ-ઓખા સ્પેશિયલ, જેને પહેલાં 3 મે, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 28 જૂન, 2024 સુધી કરી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09419 અને 09520 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 18 એપ્રિલ2024 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો