summer train guj

New train for UP & Bihar: અમદાવાદ-પટના અને સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન; જાણો વિગત..

New train for UP & Bihar: પશ્ચિમ રેલવે અમદાવાદ-પટના અને સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

whatsapp banner

અમદાવાદ, 17 એપ્રિલ: New train for UP & Bihar: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના અને સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ભાડામાં સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09485/09486 અમદાવાદ-પટના-અમદાવાદ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09485 અમદાવાદ-પટણા સ્પેશિયલ અમદાવાદથી ગુરુવાર, 18 એપ્રિલ 2024ના રોજ 16:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:45 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09486 પટના-અમદાવાદ સ્પેશિયલ, શનિવાર, 20 એપ્રિલ, 2024 ના રોજ પટનાથી 01:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:10 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો:- personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુદવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

  • ટ્રેન નંબર 09489/09490 સાબરમતી-ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09489 સાબરમતી-ગોરખપુર સ્પેશિયલ સાબરમતીથી શુક્રવાર, 19 એપ્રિલ 2024ના રોજ 18:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23:00 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09490 ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ ગોરખપુરથી રવિવાર, 21 એપ્રિલ, 2024ના રોજ 02:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06:30 કલાકે સાબરમતી પહોંચશે.

રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા, માનકાપુર અને બસ્તી સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09485 અને 09489નું બુકિંગ 18 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો