Birthmark On Body

Birthmark On Body: સામુદ્રિક શાસ્ત્ર મુજબ જાણો, શરીરના ક્યા અંગ પરનો બર્થમાર્ક શું સૂચવે છે?

Birthmark On Body: શરીરનાં અલગ-અલગ અંગ પરનાં બર્થમાર્ક વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જણાવે છે

જ્યોતિષ ડેસ્ક, 16 મે: Birthmark On Body:  હસ્તરેખા, હાથ અને પગનો આકાર, શરીર પરનાં અલગ-અલગ ચિહ્નો વગેરે દ્વારા પણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રનો જ એક ભાગ છે સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્રમાં આ બધા વિશે વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક લોકોને જન્મથી જ શરીર પર કેટલાંક નિશાન હોય છે, જેને બર્થમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. બર્થમાર્ક શરીરના કયા અંગ પર છે, તેના પરથી જાણી શકાય છે વ્યક્તિનું ભવિષ્ય. 

શરીરનાં અલગ-અલગ અંગ પરનાં બર્થમાર્ક વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જણાવે છેઃ

ચહેરા પર– ચહેરા પર બર્થમાર્ક હોય તે લોકો સ્વભાવે સંવેદનશીલ હોય છે. આ લોકોને ધનની અછત ક્યારેય નથી પડતી.

હાથ પર- હાથના કોઇપણ ભાગ પર બર્થમાર્ક હોય તો, તેઓ પરિવાર પ્રેમી હોય છે. તેઓ મોટાભાગનું જીવન ઘરની દેખરેખ અને બાળકો સાથે વિતાવે છે.

પીઠ પર– જેમની પીઠ પર બર્થમાર્ક હોય છે તેઓ સ્વતંત્ર વિચારસરણીવાળા અને પ્રામાણિક હોય છે. આ લોકો દરેક કામને સંપૂર્ણ મહેનત અને પ્રામાણિકતાથી કરે છે.

આંગળી પર– જે લોકોની આંગળી પર બર્થમાર્ક હોય તેમને સ્વતંત્ર જીવન ગમે છે. તેમને કોઇના પર નિર્ભર રહેવું નથી ગમતું.

પેટ પર– આ લોકો લાલચુ સ્વભાવના હોય છે. તેઓ માત્ર પોતાનું જ વિચારે છે.

ગાલ પર- જેમના જમણા ગાલ પર બર્થમાર્ક હોય તેઓ સ્વભાવે ઝનૂની અને મહેનતુ હોય છે. જેમના ડાબા ગાલ પર બર્થમાર્ક હોય તેઓ સ્વભાવે નિરાશાવાદી હોય છે.

ખભા પર– જેમના ડાબા ખભા પર બર્થમાર્ક હોય તેમનું આખુ જીવન મુશ્કેલીઓમાં વીતે છે, પરંતુ જમણા ખભા પર બર્થમાર્ક ગુડ કલ દર્શાવે છે.

સ્તન પર– સ્તન પર કે સ્તનની આસપાસ બર્થમાર્ક હોય તેવા લોકો હસમુખા સ્વભાવના હોય છે. તેઓ જે પણ કાર્ય હાથમાં લે છે તેને સફળતાથી પૂરું કરે છે.

માથા પર– માથા પર બર્થમાર્ક હોય, તેમની લવ લાઇફ મુશ્કેલીમાં રહે છે. આ લોકો અનેકવાર પ્રેમસંબંધમાં પડી શકે છે.

પેઢાં પર– પેઢાં પર બર્થમાર્ક હોય તેમનું જીવન અસ્તવ્યસ્ત રહે છે. તેમના જીવનમાં સતત અસ્થિરતા રહે છે.

પગ પર– પગ કે સાથળ પર બર્થમાર્ક હોય તે સૌભાગ્યની નિશાની ગણાય છે. આ લોકોને દરેક કામમાં સફળતા અને ઉન્નતિ મળે છે. 

આ પણ વાંચોઃ Mysterious thing shell fell sky: રાજ્યમાં સતત ચાર દિવસથી અવકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ યથાવત, તપાસ માટે ઇસરોની મદદ લેવાનો નિર્ણય કરાયો

Gujarati banner 01