student

Demand for supplementary examination: પૂરક પરીક્ષાની માંગણી સાથે વાલી મંડળે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

Demand for supplementary examination: દોઢ વર્ષ સુધી ઓનલાઈન શિક્ષણ રહ્યું છે. જેના કારણે પરીણામ નબળું આવ્યું છે. જે માટે એક તક વિદ્યાર્થીઓને મળવી જોઈએ. 

અમદાવાદ, 16 મે: Demand for supplementary examination: ધોરણ 12 સાયન્સનું રીઝલ્ટ આવી ગયુ છે ત્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાઓની માંગણીને લઈને વાલી મંડળ દ્વારા સીએમ ને લેટર પાછવવામાં આવ્યો છે. જેમાં વાલીઓએ પત્રની અંદર સૂચવ્યું છે કે,દોઢ વર્ષ સુધી ઓનલાઈન શિક્ષણ રહ્યું છે. જેના કારણે પરીણામ નબળું આવ્યું છે. જે માટે એક તક વિદ્યાર્થીઓને મળવી જોઈએ. 

વાલી મંડળ દ્વારા પત્ર પાઠવી સૂચવવામાં આવ્યું છે કે, 2 વિષયમાં જે રીતે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા લેવામાં આવે છે ત્યારે આ વર્ષે 3  વિષય સુધીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

કોરોનાના બે વર્ષ વિત્યા છે ત્યારે આ બે વર્ષની અંદર વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત થયું છે. ખાસ કરીને ગત વર્ષે માસ પ્રમોશન વિદ્યાર્થીઓને અપાયું હતું ત્યાે આ વખતે પરીક્ષા યોજવામાં આવી છે જેમાં 12 સાયન્સનું રીઝલ્ટ ગત વીકમાં જ પ્રાપ્ત થયું છે ત્યારે તેને જોતા વિદ્યાર્થીઓના પરીણામ પર આ વર્ષે અસર થઈ છે. અને પૂરક પરીક્ષા ત્રણ વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓની લેવા માટે માંગ કરવામાં આવી છે. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Coffee face pack: અઠવાડિયામાં એકવાર ચહેરા પર કોફી પેક લગાવો, તમને મળશે આ 5 ફાયદા

Gujarati banner 01