navratri

Gupt navratri: આજથી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ, આ બાબતનું રાખો ધ્યાન

Gupt navratri: મહાવિદ્યાઓની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવી જોઇએ, નહીંતર પૂજા નિષ્ફળ થઇ શકે છે અથવા પૂજાની વિપરીત અસર પણ થાય છે.

ધર્મ ડેસ્ક, 11 જુલાઇઃGupt navratri: અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 11 થી 18 જુલાઈ સુધી રહેશે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ સામાન્ય રહે છે, જ્યારે માઘ અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત રહે છે. જ્યોતિષાચાર્ય અનુસાર આ દિવસોમાં દસ મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવે છે. આ દસ મહાવિદ્યાઓ છે- કાલી, તારા દેવી, ત્રિપુર-સિંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, માતા ઘૂમાવતી, માતા બગલામુખી, માતંગી અને કમલા દેવી.

ગુપ્ત નવરાત્રિ(Gupt navratri)માં વિશેષ રૂપથી તંત્ર-મંત્ર સાથે સંબંધિત ઉપાસના કરવામાં આવે છે. મહાવિદ્યાઓની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવી જોઇએ, નહીંતર પૂજા નિષ્ફળ થઇ શકે છે અથવા પૂજાની વિપરીત અસર પણ થાય છે. એટલે કોઇપણ યોગ્ય બ્રાહ્મણના માર્ગદર્શનમાં ગુપ્ત નવરાત્રિની પૂજા કરવી જોઇએ.

આ બાબતોનું ધ્યાન રાખવુંઃ જે ભક્તો ગુપ્ત નવરાત્રિમાં દેવી માતાની પૂજા કરે છે, તેમણે બ્રહ્મચર્યનું પાલન વિશેષ રૂપથી કરવું જોઇએ. ઘરમાં સાફ-સફાઇનું ધ્યાન રાખો. તામસિક ભોજન કરશો નહીં, ફળાહાર કરો. અધાર્મિક વિચારો અને કાર્યોથી બચવું. ઘરમાં ક્લેશ કરશો નહીં.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ચાર નવરાત્રિ ઋતુઓના સંધિકાળમાં આવે છે. સંધિકાળ એટલે એક ઋતુનો પૂર્ણ થવાનો સમય અને બીજી ઋતુનો શરૂ થવાનો સમય. આવા સમયમાં સિઝનલ બીમારીઓની અસર વધી જાય છે. આ સમયે ખાન-પાન સંબંધિત સાવધાની રાખવી જોઇએ. નવરાત્રિમાં વ્રત-ઉપવાસ કરવાથી ખાનપાન સંબંધિત બેદરકારીથી બચી શકાય છે. આ દિવસોમાં એવા ભોજનથી બચવું જોઇએ, જે સરળતાથી પચે નહીં. વધારેમાં વધારે ફળાહાર કરવું જોઇએ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Sangeeta bijlani: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડને 25 વર્ષ બાદ કામ કરવાની ઇચ્છા થઇ- વાંચો વિગત

Advertisement