surat mayor

Surat mayor: મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Surat mayor: શેલ્ટર હોમ, લેક ગાર્ડન, બસ શેલ્ટર, પ્લોટના પ્લેસ મેકિંગનું લોકાર્પણ

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત
, શનિવાર: Surat mayor: સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના સેનાની ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે ‘સેવા સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે મેયર હેમાલી બોઘાવાલાએ અઠવા ઝોનમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું.

જેમાં અઠવા ખાતે EWS-II પ્રકારના ૯૨૮ આવાસો, તમામ આંતરિક સુવિધાઓ તેમજ સાઈડ ડેવલોપમેન્ટની કામગીરીનું (Surat mayor) ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યારે સાઉથ વેસ્ટ અઠવા ઝોન ખાતે શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય પુરો પાડવા શેલ્ટરહોમનું, વેસુ-ભરથાણામાં આવેલા લેકગાર્ડનનું તેમજ અલથાણ-ભટાર અને અલથાણ-સાઉથ પાસે આવેલા પ્લોટના પ્લેસ મેકિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

જ્યારે અઠવા ઝોનમાં (Surat mayor) સુરત બી.આર. ટી. એસ. ફેઝ-૨ અન્વયે SVNIT જંકશનથી પાલ-ઉમરા એપ્રોચ રૂટ પર બસ શેલ્ટરનું લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપુત, પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Surat mayor innogration

આ પણ વાંચો…ITI Free training: ભીમરાડની મહિલા આઈ.ટી.આઈ.માં વ્યવસાયલક્ષી કોર્ષમાં વિનામુલ્યે તાલીમ