Jitu Vaghani 2

Gov primary school teachers grade pay: દિવાળી પહેલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને મોટી ભેટ, ગ્રેડ પેમાં કર્યો વધારો

Gov primary school teachers grade pay: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને શિક્ષકો માટે આ જાહેરાત કરી, આ સાથે જ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનો ગ્રેડ પે 4200 કરાયો છે

ગાંધીનગર, 13 ઓક્ટોબરઃ Gov primary school teachers grade pay: સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને દિવાળી પહેલા ભેટ મળી ગઈ છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને શિક્ષકો માટે આ જાહેરાત કરી છે. આ સાથે જ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનો ગ્રેડ પે 4200 કરાયો છે.

ગુજરાત સરકારે આજે એક પરિપત્ર જાહેર કરી દીધો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી ગ્રેડ પે 4200 કરવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપી છે. પરિપત્ર જાહેર થતા પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

આ પણ વાંચોઃ Karwa chauth 2022: આજે કરવા ચોથ, જાણો આજના દિવસે ચંદ્રની વધારે રાહ કેમ જોવામાં આવે છે?

સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ. ૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪,૮૦૦ ગ્રેડ પે ૪૨૦૦) મંજુર કરવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને પણ 4200 ગ્રેડ પે મંજૂર કરી દીધો છે. છેલ્લાં ઘણા સમયથી આ શિક્ષકો આંદોલન ચલાવી રહ્યાં હતા. ત્યારે અંતે રાજ્ય સરકારે શિક્ષકોની તરફેણમાં નિર્ણય લેતા AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર માન્યો છે. 

આ પણ વાંચોઃ Adani got telecom service license: જીયો અને એરટેલને ટક્કર આપવા અદાણી ઉતરશે મેદાનમાં, અદાણીને મળ્યું ફુલ ટેલિકોમ સર્વિસ લાયસન્સ

Gujarati banner 01