Phool kajali vrat

Phool kajali vrat: આજે ફુલકાજળી વ્રત, લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામના સાથે કરવામાં આવે છે આ વ્રત

Phool kajali vrat: આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે

ધર્મ ડેસ્ક, 14 ઓગષ્ટઃPhool kajali vrat: આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી વ્રત કરવામાં આવે છે. ફુલકાજળી શિવ-પાર્વતી અને ચોથનું વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે. આ દિવસે આખો દિવસ ફુલ સૂંઘીને જ ફળફળાદી-પાણી સહિતની વસ્તુઓ ખાઈ વ્રતની ઊજવણી કરશે. જ્યારે લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરીણિતાઓ પણ આ દિવસે વ્રત કરે છે.

ફુલકાજળી વ્રત
માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતાં. કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. શ્રાવણ વદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. સારો ‘વર’ મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.

આ પણ વાંચોઃ Amendment of drone regulations: સામાન્ય માનવી ડ્રોનનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી વડાપ્રધાન દ્વારા ડ્રોનના નિયમોમાં સુધારા કરાયા

પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજ તિથિએ કુંવારિકા સવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન વગેરેથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનથના મંદિરે જઈ પ્રથમ શિવ-પાર્વતીની શ્રદ્ધાથી પૂજા કરવી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. પછી ફુલ સૂંઘીને ફળાહાર કરવો.

આ દિવસે વ્રત કરનારે પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય. સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ. આરાધ્ય દેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે.

પાંચ વર્ષ પછી વ્રતના પારણાં કરવામાં આવે છે. વ્રતની ઊજવણીમાં પાંચ કુંવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે. ચાંદીનું એક ફુલ સ્થાપનામાં રાખી ગોરણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે. કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે.

આ પણ વાંચોઃ Monkeypox patient admitted: દિલ્હી ખાતે મંકી પોક્સનો નવો કેસ નોંધાયો, હાલ મહિલા સારવાર હેઠળ

Gujarati banner 01