Rakesh jhunjhunwala passed away

Rakesh jhunjhunwala passed away: પ્રખ્યાત શેર બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Rakesh jhunjhunwala passed away: દિગ્ગજ કારોબારી ઝુનઝુનવાલાના નિધનની પુષ્ટિ બ્રીચ કેન્ડી હોસ્પિટલે કરી

મુંબઇ, 14 ઓગષ્ટ: Rakesh jhunjhunwala passed away: શેર માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો છે. તેમને 2-3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દિગ્ગજ કારોબારી ઝુનઝુનવાલાના નિધનની પુષ્ટિ બ્રીચ કેન્ડી હોસ્પિટલે કરી છે. તેમને આજે સવારે 6 વાગીને 45 મિનિટ પર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Porbandar tiranga rally: ગઇ કાલે CMએ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી તિરંગા રેલીને પ્રસ્થાન કરાવી

રાકેશ ઝુનઝુનવાલાને ભારતનો વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. શેર માર્કેટમાંથી પૈસા બનાવ્યા બાદ બિગબુલ એરલાઈન્સ સેક્ટરમાં પણ ઉતર્યા હતા. તેમણે નવી એરલાઈન કંપની એકાસા એરમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામગીરી શરૂ કરી દીધી છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારા ઝુનઝુનવાલા પાસે આજે હજારો કરોડો રૂપિયાની સંપત્તિ છે. જોકે, મજાની વાત એ છે કે આટલી સંપત્તિ ધરાવતી વ્યક્તિની યાત્રા માત્ર 5 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અકાસા એરમાં સૌથી મોટી ભાગીદારી રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખાની છે. બંનેની એરલાઈન કંપનીમાં કુલ ભાગીદારી 45.97 ટકા છે. આ ઉપરાંત વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભટકુલી, પીએઆર કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ અકાસા એરના પ્રમોટર છે. રાકેશ ઝુનઝુનવાલા બાદ તેમાં વિનય દુબેની ભાગીદારી 16.13 ટકા છે. અકાસા એરે 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી સેવા શરૂ કરી હતી. ત્યારે 19 ઓગસ્ટથી બેંગ્લોર-મુંબઈ અને 15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ માટે પોતાની સર્વિસ શરૂ કરવાના હતા.

આ પણ વાંચોઃ Jio 5G Smartphone: Jio ટૂંક સમયમાં ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે 5G ફોન

Gujarati banner 01