Gujarat ats arrests 4 wanted of 1993 mumbai blast

Gujarat ats arrests 4 wanted of 1993 mumbai blast: ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટના દાઉદ ગેંગના 4 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી

Gujarat ats arrests 4 wanted of 1993 mumbai blast: તપાસ એજન્સીથી દુર દાઉદ ગેંગના 4 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી

અમદાવાદ, 17 મેઃGujarat ats arrests 4 wanted of 1993 mumbai blast: 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા અને તપાસ એજન્સીથી દુર દાઉદ ગેંગના 4 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહીને ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

દેશની અનેક અગ્રણી તપાસ એજન્સીઓ 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા વોન્ટેડ 4 આરોપીઓનો શોધી રહી હતી. પરંતૂ કંઇ હાથ લાગ્યું ન હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ આ આરોપીઓની ફેબ્રુઆરીમાં દુબઇમાં ડીટેઇન કરવામાં આવ્યા હતા. પરંતુ ટેકનીકલ કારણોસર તેઓનો કબ્જો મેળવવો શક્ય બન્યો ન હતો.

content image 4e13e3b7 c27f 48f8 8429 8e28f3f5b729

અમદાવાદના સરદાર નગરમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી. તમામે પોતાના નામ, સરનામા અને ઓળખ છુપાવી હતી. પાસપોર્ટ પણ બનાવટી હતો. એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું. પરંતૂ એજન્સીઓ ખરાઇ કરીને તેમને શોધી કાઢ્યા હતા.

આ પણ વાંચોઃ Shailesh lodha to quit TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક મહત્વના કલાકાર શો છોડશે- વાંચો વિગત

આજે ગુજરાત એટીએસએ અબુ બકર, યુસુફ ભટકા, સોએબ બાબા, અને સૈયદ કુરેશીની અમદાવાદથી ધરપકડ કરી છે.પકડાયેલા પૈકી તમામ  દાઉદના અત્યંત નિકટના વર્તુળમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

1993 મુંબઇ બ્લાસ્ટમાં સંડોવાયેલો અબુ બકર દાઉદ ઇબ્રાહિમનો ખાસ ગણાય છે. મુંબઇ બ્લાસ્ટ બાદ તેણે મીડલ ઇસ્ટ, સાઉદી, પાકિસ્તાન અને દુબઇમાં છુપાયેલો રહેતો હતો. આ દરમિયાન એજન્સીઓએ પણ તમામ આરોપીઓ પાછળ વોચ રાખવાનું ચાલુ રાખ્યું હતું. આખરે ગુજરાત ATS એતમામને અમદાવાદના સરદાર નગરથી પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ 3 Policemen Suspended: પોલીસકર્મીઓએ પોલીસસ્ટેશનમાં બનાવ્યો વીડિયો બનાવનારા 3 પોલીસકર્મીને સસ્પેંડ થયા- વાંચો વિગત

Gujarati banner 01