Who will be the next president of the India Anandiben patel

Who will be the next president of the India: કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ, આનંદીબેન પટેલનું નામ સૌથી મોખરે

Who will be the next president of the India: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ભાજપ અને RSS વચ્ચે ચાર નામોને લઈને સૌથી વધુ ચર્ચા થઈ રહી છે

નવી દિલ્હી, 13 જૂનઃ Who will be the next president of the India: વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. ભાજપના સ્વામીએ ગુજરાતના આ નેતાને પ્રમુખ બનાવવાની માંગ ઉઠાવી હતી. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે.

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે. આગળની ટ્વિટમાં સ્વામીએ લખ્યું, ‘તે ગુજરાતી છે તેનાથી શું ફરક પડે છે? હું પણ એક ગુજરાતીનો જમાઈ છું. ત્યારબાદ સ્વામીએ તેના જવાબમાં એક ટ્વિટ રીટ્વીટ કર્યું જેમાં રાષ્ટ્રપતિ પદ માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નામ સૂચવવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ પૂરો થવા જય રહ્યો છે ત્યારે ભારતના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ચર્ચોઓ શરૂ થઇ ગઈ છે અને આ મામલે ભાજપના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું નામ સૂચવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ પદ માટે હાલ અનેક નેતાઓના નામ સામે આવી રહ્યા છે પરંતુ આનંદીબેન પટેલના નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. 

આ પણ વાંચોઃ Shraddha Kapoor’s Brother Arrested in drug case: હોટલમાં થઇ રેવ પાર્ટી, અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઇની થઇ ધરપકડ- ટેસ્ટમાં ડ્રગ્સ લેવાનું સાબિત થયું

પાંચ મહિના બાદ પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા ભાજપ અને RSSની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામને લઈને મંથન શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી બાદ નામોનું મંથન વધુ તેજ થશે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ભાજપ અને RSS વચ્ચે ચાર નામોને લઈને સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 

રાષ્ટ્રપતિના નામ માટે યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો સમાવેશ થાય છે. જો કે પીએમ નરેન્દ્ર મોદી છેલ્લી ઘડીએ નવું નામ લાવીને બધાને ચોંકાવી શકે તેમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે હોવાથી અને પટેલ સમુદાય સૌથી વધુ મત ધરાવતો મતદાર છે તો આનંદીબેન પટેલ ચૂંટણી માટે એક્સ ફેક્ટર સાબિતી થઇ શકે તેમ છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Monsoon starts in Gujarat: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ; સંતરામપુરમાં 3 ઇંચ, રાજ્યમાં ચાર મહિલા સહિત 6નાં મોત

Gujarati banner 01