Rahul Gandhi image

Rahul Gandhi appeared before the ED: રાહુલ ગાંધી ED સમક્ષ હાજર, ઈડી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા

Rahul Gandhi appeared before the ED: કોંગ્રેસ દ્વારા રાહુલ અને સોનિયા ગાંધીને પાઠવવામાં આવેલી નોટિસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી, 13 જૂનઃRahul Gandhi appeared before the ED: મની લોન્ડ્રિંગ સાથે સંકળાયેલા એક કેસ મામલે ઈડી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સના પગલે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ઈડીના કાર્યાલય ખાતે પહોંચી ગયા છે. તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.  

ઈડી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસી નેતા રજની પાટિલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ હનુમંતૈયા તથા થિરૂનાવુક્કરસર સુ.ને પ્રદર્શન કરવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેના પહેલા રણદીપ સુરજેવાલા, અધીર રંજન ચૌધરી, કેસી વેણુગોપાલ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, અશોક ગેહલોત વગેરેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

ઈડીના કાર્યાલયની બહાર જે કોંગ્રેસી કાર્યકરો દેખાવો કરી રહ્યા છે તેમને ઉઠાવવામાં આવી રહ્યા છે અને અમુકને કસ્ટડીમાં પુરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીનું નિવેદન PMLAના સેક્શન 50 અંતર્ગત નોંધવામાં આવશે. 3 ઓફિસર્સ રાહુલ ગાંધીની પુછપરછ કરશે. તેમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર રેન્કના ઓફિસર્સ રાહુલને સવાલો કરશે જ્યારે બીજા ઓફિસર રાહુલના નિવેદનને ટાઈપ કરશે. ઉપરાંત ડેપ્યુટી ડાયરેક્ટ રેન્કના ઓફિસર સવાલોને સુપરવાઈઝ કરશે. 

આ પ્રકારના સવાલ-જવાબ પહેલા ઈડી શપથ ગ્રહણ કરાવે છે કે, જે પણ કહેવામાં આવશે તે સત્ય હશે. રાહુલ ગાંધી પાસે પણ આ પ્રકારે શપથ ગ્રહણ કરાવાશે. 

આ પણ વાંચોઃ Who will be the next president of the India: કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ, આનંદીબેન પટેલનું નામ સૌથી મોખરે

ઉપરાંત રાહુલ ગાંધી ઈડીના કાર્યાલય પહોંચ્યા તે પહેલા અનેક કોંગ્રેસી નેતાઓને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. લખનૌ ખાતે કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા આરાધના મિશ્રા મોના અને નસીમુદ્દીનને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા. દિલ્હીમાં અલકા લાંબાને પોલીસે તેમના ઘરની બહાર અટકાવ્યા હતા. 

આ તરફ રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટના માધ્યમથી આ મામલે રાહુલ ગાંધી તમામ પાયાવિહોણા આરોપોમાંથી છૂટી જશે અને સત્યનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીની સાથે ઈડીના કાર્યાલય પહોંચેલા હજારો કોંગ્રેસી સમર્થકોને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા રાહુલ અને સોનિયા ગાંધીને પાઠવવામાં આવેલી નોટિસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જે પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે તેને કોંગ્રેસે ‘સત્યાગ્રહ’ એવું નામ આપ્યું છે. 

ઈડીના કાર્યાલય ખાતે પહોંચેલા રાહુલ ગાંધીની સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઉપસ્થિત છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે ગાડીમાં સવાર હતા તે ઈડીના કાર્યાલયની અંદર પહોંચી ગઈ છે. જ્યારે કાર્યકરોને આશરે એક કિમી દૂર બેરિકેડિંગ કરીને રોકી દેવામાં આવ્યા છે. 

રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ચાલીને ઈડી સમક્ષ પહોંચવાના હતા પરંતુ દિલ્હી પોલીસ દ્વારા મનાઈ કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ Shraddha Kapoor’s Brother Arrested in drug case: હોટલમાં થઇ રેવ પાર્ટી, અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઇની થઇ ધરપકડ- ટેસ્ટમાં ડ્રગ્સ લેવાનું સાબિત થયું

Gujarati banner 01