Home Remedies for Stomach Cleansing

Stomach Cleaning Tips: પેટ સાફ તો શરીરની મોટાભાગની બિમારીઓ થાય છે દૂર, વાંચો આ નેચરલ પદ્ધતિ વિશે

Stomach Cleaning Tips: કોલોનમાં ખુબ જ ગંદકી ભરાઈ જાય છે જેના કારણે શરીરમાં અડધાથી વધુ બીમારીઓ જન્મે છે

હેલ્થ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃ Stomach Cleaning Tips: પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી છે તમારા મોટા આંતરડાને હેલ્ધી રાખો. આ માટે કોલોન (મોટા આંતરડા) ને સાફ રાખવું ખુબ જ જરૂરી છે નહીં તો પેટના અનેક રોગ થાય છે. આ રીતે કરી શકો છો પેટની નેચરલ સફાઈ

હુંફાળું પાણી
આંતરડા સાફ રાખવા માટે હુંફાળું પાણી ફાયદાકારક છે. દરરોજ સવારે ઉઠીને ઓછામાં ઓછા બે ગ્લાસ હુંફાળું પાણી તમારે જરૂર પીવું જોઇએ. પેટની નેચરલ સફાઈ કરવા માટે આ એક ખુબ સારી રીત છે.

આ પણ વાંચોઃ lawrence bishnoi case: NIAએ દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં લગભગ 60 જગ્યાએ રેડ પાડી- વાંચો શું છે મામલો?

દૂધ
દૂઘથી આંતરડાની યોગ્ય સફાઈ થાય છે. તમે દરરોજ સવારે નાશ્તાના સમયે એક ગ્લાસ દૂધ જરૂર પીવો. મિલ્કમાં કેલ્શિયમ મળે છે જે આપણા હાડકાઓને મજબૂત કરવામાં મદદ કરે છે.

વેજીટેબલ જ્યૂસ
શાકભાજીના જ્યૂસ આંતરડાને સારી રીતે સાફ કરે છે અને તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે. તમે બીટ, કારેલા, આદુ, ગોળ, ટામેટા અને પાલક વગેરેના જ્યૂસ પી શકો છો.

હાઈ ફાઈબર
તમારે હાઈ ફાઈબર ફૂડ જેવા કે, સફરજન, નારંગી, કાકડી અથવા એલોવેરાને તમારા ડાયટમાં સામેલ કરવું જોઇએ. ફાઈબર રિચ ફૂડ પેટને ખુબ સારી રીતે સાફ કરે છે.

આ પણ વાંચોઃ Police deny raid on aap office: AAP ના કાર્યાલય પર દરોડા મુદ્દે અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો, તો ગોપાલ ઇટાલીયાએ આપ્યો વળતો જવાબ

Gujarati banner 01