Akshay accused of promoting dowry practice

Akshay accused of promoting dowry practice: અક્ષય કુમારની મુશ્કેલી વધી, અભિનેતા પર લાગ્યો આ મોટો આરોપ- વાંચો શું છે મામલો?

Akshay accused of promoting dowry practice: પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સો.મીડયામાં આ જાહેરાત શૅર કરીને કહ્યું હતું, ‘6 એરબેગવાળી કારમાં સફર કરવાથી તમારું જીવન સલામત રહેશે.

બોલિવુડ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃAkshay accused of promoting dowry practice: સરકારે લોકોમાં કારમાં છ એરબેગ્સ માટે અવેરનેસ લાવવા માટે અક્ષય કુમારને લઈ જાહેરાત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે ઑફ ઇન્ડિયાએ આ જાહેરાત બનાવી છે. પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સો.મીડયામાં આ જાહેરાત શૅર કરીને કહ્યું હતું, ‘6 એરબેગવાળી કારમાં સફર કરવાથી તમારું જીવન સલામત રહેશે.’

સરકારના આ નિર્ણય પર દેશની દિગ્ગજ કાર કંપની મારુતિ સુઝુકીએ કહ્યું હતું કે જો આ નિયમ લાગુ કરવામાં આવ્યો તો નાની કારનું બજેટ ઘણું જ વધી જશે અને અનેક મોડલ્સના બેઝ વેરિયન્ટનું પ્રોડક્શન બંધ કરવું પડશે. આ દરમિયાન સરકારે છ એરબેગની જાગૃતિ લાવવા માટે એક જાહેરાત રિલીઝ કરી છે. આ જાહેરાતમાં અક્ષય કુમાર છે. જોકે, અક્ષય કુમાર આ જાહેરાતને કારણે સો.મીડિયામાં ઘણો જ ટ્રોલ થયો છે.

Advertisement

આ પણ વાંચોઃ Stomach Cleaning Tips: પેટ સાફ તો શરીરની મોટાભાગની બિમારીઓ થાય છે દૂર, વાંચો આ નેચરલ પદ્ધતિ વિશે

ઉલ્લેખનીય છે કે, આ જાહેરાતમાં અક્ષય કુમાર ટ્રાફિક પોલીસ બન્યો છે. કન્યા વિદાય થઈ રહી છે. જાહેરાતમાં દુ્લ્હનને પિતા તરફથી કાર ગિફ્ટમાં મળી છે અને તે કારમાં બેસીને રડે છે. અક્ષય કુમાર દુલ્હનના પિતાને કહે છે કે આ કારમાં છ એરબેગ નથી અને દીકરી રડશે જ. ત્યારબાદ પિતા દીકરીને 6 એરબેગવાળી કાર ગિફ્ટ કરે છે અને દીકરી હસવા લાગે છે. આ વીડિયો યુનિયન મિનિસ્ટર નિતિન ગડકરીએ સો.મીડિયામાં શૅર કર્યો છે. જોકે, આ વીડિયોમાં દહેજને પ્રમોટ કર્યો હોવાનો આક્ષેપ નેતા તથા સો.મીડિયા યુઝર્સે કર્યો છે.

શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીને આ એડ વાંધાજનક લાગી હતી. તેમણે કહ્યું હતું કે દહેજને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પ્રિયંકાએ કહ્યું હતું કે આ જાહેરાત ખરેખર વાંધાજનક છે. કોણે આ જાહેરાત પાસ કરી? શું સરકાર સલામતીને બદલે આ જાહેરાતના માધ્યમથી દહેજને પ્રમોટ કરે છે?

Advertisement

આ પણ વાંચોઃ lawrence bishnoi case: NIAએ દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં લગભગ 60 જગ્યાએ રેડ પાડી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01

Advertisement