15 20 054338061net banking111 ll

કામની વાતઃ નેટ બેન્કિંગ(net banking)થી ઓટોમેટીક રીતે યુટીલીટી બીલના પેમેન્ટ નહીં થાય, બદલાઇ ગયો નિયમ- વાંચો સંપૂર્ણ માહિતી

15 20 054338061net banking111 ll

બિઝનેસ ડેસ્ક, 31 માર્ચઃ મોબાઇલ બિલ, અન્ય યુટીલીટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના subscription પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરુવારથી એટલે કે ૧લી એપ્રિલથી બંધ(net banking) થઈ જશે. આ સંદર્ભે આરબીઆઇએ એક નવો નિયમ બનાવ્યો છે જે નાણાકીય વર્ષના પહેલા દિવસથી લાગુ થશે.

ADVT Dental Titanium

કેન્દ્રીય બેન્કોએ એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) ને નવી ગાઇડલાઇન લાગુ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. આ નવી ગાઇડલાઇન ના અંતર્ગત બેન્કોએ ઓટો ડેબિટ ચુકવણીની તારીખના 5 દિવસ પહેલા ગ્રાહકને એક નોટિફિકેશન મોકલવું પડશે, અને ત્યારબાદ ગ્રાહક તે માટેની મંજૂરી આપશે પછી ચુકવણી થશે. આ નવો નિયમ(net banking) લાગુ કરવાથી કરોડો સબ્સ્ક્રાઇબર્સ પ્રભાવિત થવાની શક્યતા છે.

Whatsapp Join Banner Guj

ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે,જોકે મોટાભાગની બેંકો આ માટે હજી તૈયાર નથી.તેથી જ બેંકો સાથે જોડાયેલા કાર્ડ નેટવર્ક આ નવા નિયમનું પાલન નહીં કરી શકે.

આ પણ વાંચો….

આ મહિલા છે અનોખી બીમારી(hearing loss)ની શિકારઃ જેના કારણે નથી સંભળાતો પુરુષોનો અવાજ