Banner Puja Patel

Copy paste of personality: નકલ કરવામાં પણ અક્કલ વાપરવી પડે!

શીર્ષક:- પર્સનાલિટીનું કોપી પેસ્ટ(Copy paste of personality)

Copy paste of personality: આજનાં જમાનામાં કોપી પેસ્ટ કરવું કોઈ નવી વાત નથી! જ્યાં જુઓ ત્યાં આ નકલગીરી જ ચાલે છે. સરખી રીતે નકલ કરવામાં સફળતા મળી, તો તમે પ્રખ્યાત નકલકાર અને નકલમાં પણ સફળતા ન મળી એટલે સાંભળવા મળે,” નકલ કરવામાં પણ અક્કલ વાપરવી પડે!” નકલ કરવી એ સારી બાબત નથી કે દરેક બાબતમાં બસ કોપી પેસ્ટ જ કરવાનું; પરંતુ જો તમે કોઈ સારો ગુણ નકલ કરીને તમારામાં વિકસાવો છો, તો તે એક સારી બાબત છે.
તમને કદાચ અંદાજ પણ નહીં હોય પણ તમે જેવા છો તે તમે ખુબ મહેનત કરીને બન્યાં છો. તમે સારી કે ખરાબ બાબતોનો સંગ્રહ કરેલો હોય અને તે જે તમારાં રોજિંદા જીવનનો હિસ્સો હોય, તો તે તમારી પર્સનાલિટી કહી શકાય. ને તમારી અમુક અમુક આદતોની નકલ બીજા જે તમારી આસપાસના લોકો છે તે કરવાની કોશિશ કરશે. તમને ખબર નહીં હોય કે તમારી જ આસપાસનું મિત્રવર્તુળ તમારી પાસેથી હંમેશા કંઇક ને કંઇક નવું શીખતું હોય છે. તમારી ૨૪ આદતોમાંથી કોઈ એક આદત તમારો કોઈ મિત્ર અનુસરતો હોય છે. એ પૂરેપૂરું તો નહીં પરંતુ તમારો અંશમાત્ર તેનાં જીવનમાં ઉતારવાની કોશિશ કરતો હોય છે જેથી તેનું જીવન હાલ કરતાં સુધારી શકાય.
તો આ લેખ થકી હું અહીં એ સંદેશ આપવા માંગુ છું કે તમારે તમારી સારી/ ખરાબ આદતોને સમજવી જોઈએ અને સમયાંતરે ખરાબ આદતનો ત્યાગ કરવો જોઈએ. હંમેશા એ પ્રયાસ કરવો જોઈએ કે તમે તમારી પર્સનાલિટી કેવી રીતે બનાવી રહ્યાં છો અને કેવી રીતે તેને સુધારી શકાય. તમારી અંદરનો એક સુધાર એ તમારાં મિત્રમંડળ પર પણ અસર કરતું હોય છે. તો આ પર્સનાલિટીનું કોપી પેસ્ટ ચાલું જ રાખવું હોય તો તમારે તમારી પર્સનાલિટી પહેલાં સુધારવી પડે અને તેને વિકસિત કરવી પડે. તમે સુધારશો, દુનિયા સુધરશે પણ શરૂઆત તો તમારાં એકથી જ થશે.
આ સાથે હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે! ✍️ પૂજા પટેલ (ચીકી)
અમદાવાદ

Ram Bhajan: ગીતકાર હરિહરન દ્વારા ભગવાન શ્રીરામ પર ગાયેલું ભક્તિ ભજન પ્રધાનમંત્રીએ શેર કર્યું

આપણાં કામની ખબર મેળવવા હમણાં જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *